ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીમાં ચાલુ વર્ષે રોડ રસ્તામાં પડેલા મસમોટા ખાડા અને વરસાદી પાણી ભરાતા જેમ મોરબીવાસીઓ રોડ પર ઉતરી આવ્યા અને સમગ્ર માહોલ ગરમાયો છે, સાથે જ ભાજપમાં પણ આંતરિક માહોલ ગરમ ગરમાયો છે.
મોરબીમાં કાંતિ અમૃતિયા અને અજય લોરિયા વચ્ચે ઘણા વર્ષોથી ચાલતી કોલ્ડ વોર જગ જાહેર છે અને આ કોલ્ડ વોર ફરી એકવાર મોરબીના રોડ રસ્તાના ખાડાઓને કારણે સપાટી પર આવી ગઈ છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગઈ કાલે શહેરના અલગ અલગ વિસ્તારની મુલાકાત લીધી હતી અને વરસાદી માહોલના કારણે રોડ ખરાબ થયા છે અને તે વહેલી તકે રીપેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તો સરકાર દ્વારા મોટાપાયે રસ્તા રીપેર કરવા મોટી ગ્રાન્ટ આપે છે કોઈને દાતારી કરવાની જરૂૂર નથી તેમ કહી મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અજય લોરિયાને આડકતરી રીતે નાની કેનાલમાં રોડ રીપેર વખતે પોતાના મશીન મોકલવામાં આવ્યું હતું તેની જરૂૂર નથી તેમ કહ્યું હતું.
- Advertisement -
આ વિડીયો સામે આવતા અજય લોરિયા પણ મેદાનમાં આવી ગયા હતા અને કાંતિભાઈ જે દાતારીની વાત કરે છે તે તેના લોહીમાં હોવાનું કહ્યું હતું તેમજ મોરબીમાં તેઓ 30 વર્ષથી ધારાસભ્ય હોવા છતાં મોરબીમાં કેમ રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની આવી હાલત છે? તેવા સણસણતા સવાલ કર્યા હતા. લોકોમાં ગુસ્સો હોવાથી પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોની મદદમાં ગયો તે પાર્ટીની મદદ માટે ગયો હતો ત્યાં શાબાસી આપવાના બદલે તેઓ ખોટા આક્ષેપ કરી રહ્યા છે.
સાથે એમ પણ ઉમેર્યું હતું કે, સરકાર કરોડોની ગ્રાન્ટ આપે તે વાત સાચી છે પણ આ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવાની જે આવડત હોવી જોઈએ તે નથી.
ધારાસભ્યની મીઠી નજર તળે સિવિલ હોસ્પીટલમાં સિવિલ અધિક્ષક વર્ષોથી ઇન્ચાર્જ હવાલે હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.



