ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યના પોલીસ વડા દ્વારા મોરબી એસપી, ડીવાયએસપી અને એસીબી પીઆઈનું ડીજીપી કમાન્ડેશન ડિસ્ક એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે જેના પગલે મોરબી જિલ્લાના પોલીસ બેડામાં ખુશીનો માહોલ છવાયો છે. રાજ્યમાં પોલીસ અધિકારીઓ-કર્મચારીઓની સારી કામગીરી બિરદાવવા માટે ડીજીપી કમાન્ડેશન ડિસ્ક એવોર્ડ આપીને સન્માનિત કરવામા આવે છે.
ત્યારે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા કરાઈ ખાતે ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર રાજ્યના 110 અધિકારીઓને ડીજીપી કમાન્ડેશન ડિસ્ક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા આવ્યા હતા જેમાં મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા અને એસીબી પીઆઈ જનકભાઈ એમ. આલનું ડીજીપી કમાન્ડેશન ડિસ્ક એવોર્ડથી સન્માન કરવામા આવ્યું છે. આ સાથે હાલના રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.