યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત 16મા વર્ષના મહોત્સવમાં મેગા ફાઇનલ રાઉન્ડ વહેલી સવાર સુધી ચાલ્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16મા વર્ષે આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવની ગઈકાલે ભવ્ય પૂર્ણાહુતિ થઈ હતી, જેમાં ખેલૈયાઓનો ઉત્સાહ આસમાને હતો. રવાપર-ઘુનડા રોડ પરના પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે મેગા ફાઇનલ રાઉન્ડ વહેલી સવાર સુધી ચાલ્યો હતો.
- Advertisement -
આ અંતિમ દિવસે વિજેતા ખેલૈયાઓને સન્માનિત કરાયા હતા. યંગ કિંગ તરીકે પાર્થ હિતેશભાઈ પાટડીયા અને યંગ ક્વીન તરીકે અર્ચિતા હિતેશભાઈ પાટડીયાને વિજેતા જાહેર કરી ઇલેક્ટ્રિક બાઇક ઇનામમાં આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, લીટલ કિંગ તરીકે ભવ્ય કિશોરભાઈ બોપલિયા અને લીટલ ક્વીન તરીકે પ્રિયાંશી રાજનભાઈ પરમારને પણ સાયકલ અને ગિફ્ટ હેમ્પર આપી સન્માનિત કરાયા હતા.