13 ઓક્ટોબરે 06 કિ.મી.ની રેસ; રજીસ્ટ્રેશન માટે 12 ઓક્ટોબર છેલ્લી તારીખ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ 2025ના ભાગરૂપે સાયક્લોથોન (Cyclothon)નું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ સાયક્લોથોન તારીખ 13/10/2025 ને સોમવારના રોજ સવારે 07:00 થી 09:00 કલાક દરમિયાન યોજાશે, જેમાં સ્પર્ધકોએ 06 કિલોમીટરનું અંતર સાયકલિંગ કરવાનું રહેશે. સાયકલિંગનો રૂટ શનાળા રોડ પર આવેલ સ્કાયમોલથી શરૂ થઈને ઉમિયા સર્કલ, બોરિયાપાટી થઈને પરત સ્કાયમોલ ખાતે પૂર્ણ થશે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે દરેક સ્પર્ધક માટે સાયકલ અને હેલ્મેટ ફરજિયાત છે, અને દરેક વ્યક્તિએ અલગથી ફોર્મ ભરવું જરૂરી છે. રજીસ્ટ્રેશન માટેની ડેડલાઇન 12 ઓક્ટોબર 2025 (રવિવાર) સુધીની રાખવામાં આવી છે.રજીસ્ટ્રેશન લિંક: વિિંાંત://રજ્ઞળિત.લહય/લઉંઝદૠખસશઇંસછિઈંડ્ઢઇુ8