જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ: 23 માર્ચ સુધી તમામ મુસાફરોની વિગતો ઑનલાઈન અપલોડ કરવી પડશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.29
- Advertisement -
ઉદ્યોગ નગરીની સુરક્ષા માટે નિર્ણય મોરબી જિલ્લો આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ અને સિરામિક ઉદ્યોગને કારણે વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવે છે. અહીં દેશ-વિદેશના વેપારીઓ અને પ્રવાસીઓની સતત અવરજવર રહેતી હોય છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી શકાય તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ‘પથિક’ (ઙઅઝઇંઈંઊં) સોફ્ટવેરની અમલવારી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ વ્યવસ્થા હેઠળ તમામ હોટલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોએ આવનારા દરેક મુસાફરની વિગતો ઓનલાઈન નોંધવી ફરજિયાત રહેશે.
આ પ્રતિબંધાત્મક જાહેરનામું આગામી તારીખ 23-03-2026 સુધી અમલમાં રહેશે. જો કોઈ હોટલ કે ગેસ્ટ હાઉસ સંચાલક આ સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી કરવામાં ચૂક કરશે અથવા જાહેરનામાનો ભંગ કરશે, તો તેમની સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસના જણાવ્યા મુજબ, આ સિસ્ટમથી માનવ શક્તિનો ઓછો ઉપયોગ કરીને ટૂંકા સમયમાં ગુનાનું ડિટેક્શન કરવું સરળ બનશે.
શું છે ‘પથિક’ સોફ્ટવેર અને કેવી રીતે કામ કરશે?
‘પથિક’ એટલે કે Programme for Analysis of Travellers and Hotel Informatics. આ એક સિક્યોર વેબ પોર્ટલ છે, જેના દ્વારા હોટલમાં રોકાતા ગ્રાહકોની માહિતી સીધી પોલીસના સર્વર પર ઉપલબ્ધ થાય છે. હોટલ માલિકોએ મોરબી પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આવેલી S.O.G. શાખા (રૂમ નં. 206) માંથી યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવી લેવાના રહેશે. આ સિસ્ટમથી કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવામાં અને ગુનેગારોને ટ્રેસ કરવામાં ટેક્નોલોજીની મદદથી ઝડપી સફળતા મળી શકે છે.



