ખાસ-ખબર સંવાદદાતા
મોરબીની અવની ચોકડીએ ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થતા લત્તાવાસીઓ વિફર્યા હતા અને તાકીદે પાણીના નિકાલ બાબતે યોગ્ય ઉકેલની માંગ કરવામાં આવી હતી જેના પગલે મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને બાવળ સહિતના દબાણ હટાવવામાં આવ્યા છે. મોરબીની અવની ચોકડી નજીક મેઘાણી સ્કૂલ પાસે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં 3 થી 4 ખેતરમાં બાવળ કટિંગ કરવામાં આવ્યા હતા જ્યાં પાણીનો ભરાવો થતો હોય છે તેવા સ્થળેથી બાવળ કટીંગ કરવા ઉપરાંત દબાણો હટાવવામાં આવ્યા હતા તો પાકા બાંધકામ મામલે નોટીસ ફટકારવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું. વધુમાં નગરપાલિકાના હિતેશભાઈ રવેશિયાએ જણાવ્યું હતું કે, વિસ્તારમાં રોડ બનાવવાની તેમજ રોડ લેવલીંગ કામગીરી પણ કરવામાં આવશે જે પૂર્વે નડતરરૂપ બાવળ સહિતના દબાણ હટાવ્યા હતા અને રોડ લેવલીંગ થયા બાદ પાણી ભરાવવાનો પ્રશ્ન રહેશે નહીં.
મોરબી પાલિકા એક્શનમાં: અવની ચોકડી વિસ્તારમાં પાણીના નિકાલ માટે કામગીરી શરૂ
