400 થેલી સિમેન્ટ પથ્થર બની, આવાસમાં જઈને તપાસતા ખુલ્યો જબરો કાંડ
કોંગ્રેસ પ્રમુખે પુરાવા સાથેનો વિડીયો સામે લાવ્યો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3
મોરબી પાલિકા પ્રજાના રૂપિયા વેળફી રહી હોય તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા મોરબી કોંગ્રેસ શહેર પ્રમુખ દ્વારા 300 સિમેન્ટ થેલી પથ્થર બની ગઈ હોવાનું સોશીયલ મીડિયામાં પુરાવા સાથે મીડિયાના મિત્રોને અને પોતાના ફેસબુક પેજ પર લોકો સમક્ષ મૂકી પ્રજાનો પ્રશ્ન ઉજાગર કર્યો હતો. ત્યાર બાદ લીલાપર રોડ પર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામા જઈને 400 સિમેન્ટ થેલી પથ્થર બની ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે મીડિયા એ પ્રશ્ન ઉજાગર કરતા કમિશનર ખરે દ્વારા તપાસ કરતા પાંચ કર્મીઓ પાસે ખુલાસા માંગ્યા છે. જેમાં બે તત્કાલીન ચીફ ઓફિસર અને અન્ય પાલિકાના કર્મચારીનો સમાવેશ થાય છે. પ્રથમ દ્રષ્ટિએ લોકોમાંચર્ચા એ જોર પકડ્યું છે કે ખરેખર પ્રજાનાના પૈસાનું પાણી થઈ રહ્યું છે એ સાબિત થઈ રહ્યું છે. ખેર હવે જોવું રહ્યું કે માત્ર ઓન પેપર ખુલાસા માંગી સંતોષ માની લેશે ?? કે કસૂરવાર વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરાશે ?



