ડીમોલિશનની કામગીરી યથાવત ! દલવાડી સર્કલથી પંચાસર રોડ સુધી JCB ફર્યું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.23
મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે બાયપાસ રોડનો વારો લેવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશનરની હાજરીમાં અહીં અંદાજે 50 જેટલા દબાણો ઉપર જેસીબી ચલાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
- Advertisement -
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય રોડને દબાણ મુક્ત ક2વા માટે દર બુધવારે વન વિક વન રોડ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.જેમાં એક રોડ પસંદ કરી ત્યાં નડતરરૂપ દબાણો હટાવવામાં આવે છે. આજે આ ઝુંબેશ અંતર્ગત બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલથી પાંચાસર ચોકડી સુધીનો રોડનો વારો લેવામાં આવ્યો છે. આજે સવારથી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેની આગેવાનીમાં મહાપાલિકાની ટિમે ડીમોલેશન શરૂ કરી દીધું છે. આ રોડ ઉપર દુકાનો અને હોટલો મળી કુલ 50થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેએ જણાવ્યુ કે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હેઠળના 10 રોડ મહાપાલિકાને સોંપવામાં આવ્યા છે. તે પૈકીનો આ એક રોડ છે. આ તમામ રોડ ઉપર થોડા જ દિવસોમાં માર્કિંગની કામગીરી પૂર્ણ થઈ મેં સુધી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે.