આદિવાસી વિસ્તારો કરતા પણ રાજકોટ, અમદાવાદ, સુરત તથા વડોદરામાં કુપોષિત બાળકોની સંખ્યા વધુ
સૌથી વધુ અધુરો વિકાસ ધરાવતા બાળકોની સંખ્યામાં ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પાંચ વર્ષથી નાના કુપોષિત બાળકોની સંખ્યામાં ગુજરાતમાં હાલત અત્યંત ખરાબ હોવાનું જાહેર થયા બાદ આદિવાસી વિસ્તારો કરતા પણ રાજકોટ, અમદાવાદ, સુરત તથા વડોદરા જેવા મહાનગરોમાં કુપોષિત બાળકોની સંખ્યા ઘણી વધુ હોવાનું અને તેમાં ધરખમ વધારો થઈ રહ્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય મંત્રાલયનાં સર્વેનો રીપોર્ટ 2022માં જાહેર થયો હતો. તેમાં ગુજરાતમાં પાંચ વર્ષથી નીચેના 39.7 ટકા બાળકોનું વજન ઓછુ હોવાનું જાહેર થયુ હતું. સમગ્ર દેશમાં બીજા નંબરનો ક્રમ ગુજરાતનો હતો.જયારે ઉંમર પ્રમાણે ઉંચાઈ વજનમાં સમગ્ર દેશમાં 4થા નંબરે સૌથી ખરાબ હતું.
આ રીપોર્ટના આધારે જીલ્લાવાર વિશ્ર્લેષણ કરવામાં આવતા વધુ ચોંકાવનારા તારણો નિકળ્યા છે જે અંતર્ગત પછાત-આદિવાસી જીલ્લાઓ કરતા પણ રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં અતિ કુપોષિત બાળકોની સંખ્યામાં મોટો વધારો થયો છે.
- Advertisement -
2015-16 થી 2020-21ની સરખામણી કરવામાં આવે તો નાના બાળકોમાં એનીમીયા (પાંડુરોગ)માં 17 ટકાનો વધારો થયો છે. અતિ કુપોષિત બાળકો ધરાવતા ટોપ-ફાઈવ જિલ્લામાં સાબરકાંઠા, છોટા ઉદેપુર, વાપી, સુરત અને મોરબી જિલ્લા સામેલ છે. જયારે ઓછુ વજન ધરાવતા ટોપ ફાઈવ જીલ્લાના બાળકોમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ તથા રાજકોટ એવા ત્રણ જીલ્લાનો સમાવેશ થાય છે. ગીર સોમનાથમાં પાંચ વર્ષમાં આ સંખ્યામાં 16.5 ટકા, જુનાગઢમાં 9.4 ટકા, તથા રાજકોટમાં 8 ટકાનો વધારો થયો છે.