મતદારયાદી સુધારણા અભિયાનની સમીક્ષા કરી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.10
- Advertisement -
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (જઈંછ) અંતર્ગત મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ જિલ્લાની ત્રણેય વિધાનસભા વિસ્તાર – મોરબી, ટંકારા અને વાંકાનેર – ની મુલાકાત લઈને ગણતરી ફોર્મ વિતરણ તેમજ નોંધણી કામગીરીની સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ અધિકારીઓ સાથે ચર્ચા કરીને મેદાની કામગીરીની સ્થિતિ જાણી હતી. મતદારોને ફોર્મ ભરવાની પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ઇજ્ઞજ્ઞવિં કયદયહ ઘરરશભયિ (ઇકઘ)ને મતદારોને સહાય આપવા સૂચના આપી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે દરેક યોગ્ય નાગરિકનું નામ મતદારયાદીમાં સમાવિષ્ટ થાય તે માટે આ ખાસ અભિયાન મહત્વપૂર્ણ છે અને દરેક મતદારે સક્રિય સહકાર આપવો જરૂરી છે.



