ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11
મનપા જ્યારથી અમલમાં આવી છે ત્યારથી દબાણો પર બુલડોઝર જેસીબી ફરી વળે છે પરંતુ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે તો ક્યાંક ખુશીની લહેર જોવા મળી છે
ઘુંટુ ગામ નજીક બાપા સીતારામ ની મઢુંલી આવી છે જ્યાં આજ મનપા ને દબાણ હોય તેવું લાગતા મંદિર ની આસપાસ ની દીવાલ તોડી પાડવાનું કામ શરૂ થઈ જતા ભક્તો માં રોષ જોવા મળ્યો હતો અને જણાવ્યું હતું કે જે દબાણ હટાવવાની અરજીઓ કલેકટરમાં કરી છે તે દબાણ હટાવવાની કામગીરી મનપા કરશે નહીં અને મંદિર ની આસપાસ ની દીવાલ તોડી રહ્યું છે જી..હા બાપા સીતારામ ની મઢુંલી નજીક નવો રોડ પસાર થઈ રહ્યો છે જ્યાં આસપાસ દબાણો થઈ ગયા છે ચોમાસા દરમિયાન રોડની બને સાઈડ વરસાદી પાણી ભરાઈ જાય છે જે તંત્ર ને લેખિતમાં ગ્રામ પંચાયતે જે તે સમયે અરજી કરી હતી પરંતુ ત્યાં હજુ સુધી દબાણો હટાવ્યા નથી અને મંદિર ની દીવાલ દબાણમાં આવતા જેસીબી થી તોડી પાડતા ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અને મનપા ની કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યા છે
મોરબી: બાપા સિતારામની મઢુલી નજીકની દીવાલ પર તંત્રનું જેસીબી ફરતા ભક્તોમાં રોષ
