આરોપીઓએ 20 ક્ધટેનર ચોરી કર્યાની કબૂલાત આપી, પોલીસે 11 ક્ધટેનર કર્યા જપ્ત
છ આરોપીઓ વિરુદ્ધ મુન્દ્રા મરિન પોલીસ મથકમાં ગુનો દાખલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના અમરેલી રોડ ઉપર બાવળની કાંટમાં ખુલ્લી જગ્યામાં અનઅધિકૃત રીતે ક્ધટેનર ચોરી કરીને લઈ અવાતા હતા અને તેનું કટીંગ કારવામાં આવતું હતું જેની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના બાતમીને આધારે પોલીસે ક્ધટેનરનો ભંગાર બનાવીને વેચી મારતા ચાર શખ્સોને અગાઉ ઝડપી લીધા હતા.
આ આરોપીઓની પૂછપરછ દરમિયાન મુન્દ્રા ખાતે ક્ધટેનર સેડમાં ફરજ બજાવતા સુપરવાઈઝર સહિત વધુ બે શખ્સોના નામ ખુલ્યા છે તેમજ આરોપીઓએ મુન્દ્રા ખાતે આવેલા ક્ધટેનરના સેડમાંથી 20 ક્ધટેનર ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી. હાલમાં ઝડપાયેલ ચાર સહિત છ ઈસમો વિરૂદ્ધ મુન્દ્રા મરીન પોલીસ મથકમાં ક્ધટેનર ચોરી અંગે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ મોરબીના અમરેલી ગામ નજીક ગેરકાયદે ક્ધટેનરનું કટિંગ ચાલતું હોવાની એલસીબીને બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે ચાર શખ્સોને ગેરકાયદે ક્ધટેનર કટિંગ કરતા ઝડપી લીધા હતા અને આરોપીઓની ધરપકડ કરી ચાર ક્ધટેનર અને બાકીના કપાયેલ ભંગાર સહિત કુલ રૂપિયા 13.82 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
આ બનાવમાં પોલીસે રવી પન્સારા, નકુલ મંદરિયામ, મહેન્દ્ર સોલંકી તેમજ ફિરોજ મમાનીને ઝડપી લીધા હતા અને આરોપીઓની પુછપરછ કરતા આરોપીઓએ મુન્દ્રા પોર્ટ નજીક આવેલ કેન્કોર કંપનીના સેડમાંથી 20 જેટલા ક્ધટેનર ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી જેથી પોલીસે અલગ અલગ સ્થળે છુપાવેલ 11 ક્ધટેનર શોધી કાઢ્યા હતા જે અંગે પોલીસે વધુ પૂછપરછ કરતા કેન્કોર કંપનીના યાર્ડમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા ભવ્યરાજ ઉર્ફે ભાનોભા તેમજ ક્ધટેનર કટિંગ માટે જરૂરી સાધનોની વ્યવસ્થા કરનાર મહાવીરસિંહ નામના આરોપીઓના પણ નામ ખુલ્યા હતા ત્યારબાદ આ અંગે મુન્દ્રા મરીન પોલીસે છ આરોપીઓ વિરુદ્ઘ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.