ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી એસપી કચેરી ખાતે હતા ત્યારે, જિલ્લાની કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહિતના કોંગ્રેસ અગ્રણીઓની પોલીસે અટકાયત કરી હતી. રજૂઆત કર્યા વિના જ અટકાયત થતાં કોંગ્રેસ નેતાઓએ પોલીસ અને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
કોંગ્રેસના મુખ્ય આક્ષેપો અને માંગણીઓ
- Advertisement -
અધિકારીઓની નિમણૂક: વિવાદાસ્પદ અધિકારીઓને મહત્વના પદો પર મૂકવા અને બાહોશ અધિકારીઓને સાઈડલાઈન કરવા.
પોલીસની નિષ્ફળતા: જખઈની રેડમાં કરોડોના કૌભાંડો પકડાયા હોવા છતાં મોટા અધિકારીઓ સામે કાર્યવાહી ન થવી.
ટ્રાફિક વ્યવસ્થા: માત્ર ઘટનાઓ બાદ જ ટ્રાફિક ડ્રાઈવ યોજવી અને ભારે વાહનો સામે કાર્યવાહી ન કરવી.
વ્યાજખોરોનો આતંક: વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના બનાવો વધવા છતાં કડક પગલાંનો અભાવ.
લુંટના બનાવો: ધોળા દિવસે લૂંટફાટ અને ઔદ્યોગિક વિસ્તારોમાં વારંવાર લૂંટની ઘટનાઓ.
બાતમી લીક: બાતમી આપનારની માહિતી લીક કરી, ગુનેગારોને મદદ કરવી.
નશાકારક પદાર્થો: પોલીસ અને રાજકીય ઓથ હેઠળ નશાકારક પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો આક્ષેપ.