ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વભરમાં સીરામીક ટાઈલ્સનું મોટાપાયે ઉત્પાદન કરતા મોરબીના સીરામીક ઉદ્યોગકારો લાંબા સમયથી ગલ્ફ ક્ધટ્રીઝ દ્વારા લાદવામાં આવેલી એન્ટી ડમ્પિંગ ડ્યુટી દૂર કરાવવા મથામણ કરી રહ્યા હતા જેથી ઉદ્યોગકારોની માંગણી ધ્યાને લઈ સાંસદ મોહન કુંડારીયા અને મોરબીના ઉદ્યોગકારો અનેકવાર કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલને મળ્યા હતા ત્યારબાદ સરકાર દ્વારા ગલ્ફ દેશોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી આ ડ્યુટી દૂર કરાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા જે પ્રયાસોને સફળતા મળી છે. વડાપ્રઘાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિથી યુનાઈટેડ આરબ અમીરાતમાં સિરામિક ટાઈલ્સ ઉપર લાગેલી એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાબુદ કરવામાં આવી છે જેમાં સિરામિક ટાઈલ્સ ઉપર અખાતના દેશો દ્વારા લગાવવામાં આવેલી એન્ટી ડમ્પીંગ ડ્યુટી એવરેજ 41.8 ટકા અને નવી કંપની માટે 106 ટકા છે જે ખુબ જ વધુ હોવાથી તે દેશોમાં ચાઈના સામે ટકવું મુશ્કેલ હોય જે બાબતે મોરબી સિરામિક એસોસીએસન દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારીયા સાથે વારંવાર દિલ્હી ખાતે ભારત સરકારમા રજુઆત કરતા સાંસદ મોહનભાઈ કુંડારીયાની રજૂઆતોને ધ્યાનમાં લઈ ભારત સરકાર દ્વારા કોમર્સ મિનિસ્ટ્રીએ યુનાઈટેડ આરબ અમીરાત (ઞઅઊ) સાથેના ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટમાં સિરામિક ટાઈલ્સનો સમાવેશ કરતા યુનાઈટેડ આરબ અમીરાત (ઞઅઊ) ગવર્મેન્ટ દ્વારા સિરામિક ટાઈલ્સ ઉપર લાગતી એન્ટી ડમ્પીંગ ડયુટી હટાવવામાં આવી છે.