ટાઇલ્સ, સેનિટરી વેર અને સિરામિક પ્રોડક્ટ પર GST 18%થી 5% કરવા માંગ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
મોરબી જીલ્લો, જે વિશ્વમાં ટાઇલ્સ અને સેનિટરી વેરનું બીજું સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર છે, ત્યાંની લઘુ ઉદ્યોગ સંસ્થાઓએ ૠજઝ ઘટાડવાની સરકારને રજૂઆત કરી છે. તેઓ ટાઇલ્સ, સેનિટરી વેર અને અન્ય સિરામિક પ્રોડક્ટ પર લાગતા GST 18% થી 5% કરવાની માંગ કરી છે.
મોરબીના ઉદ્યોગોએ જણાવ્યું છે કે GST ઘટાડો થતા ઉદ્યોગને વેગ મળશે, રોજગારી વધશે અને લઘુ ગૃહ ખરીદદાર માટે ખર્ચમાં રાહત થશે.
- Advertisement -
રજૂઆતના મુખ્ય કારણો
મોરબીમાં 900થી વધુ યુનિટો કાર્યરત છે, જે 10 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે.
ટાઇલ્સના વિકલ્પ તરીકે માર્બલ ઉપલબ્ધ છે, જે ટાઇલ્સ કરતા 40-60% મોંઘો છે.
મોરબીનું વાર્ષિક ટર્નઓવર ₹70,000 કરોડ, જેમાં ₹15,000 કરોડનું એક્સપોર્ટ છે, જે ભારતીય અર્થતંત્ર માટે મહત્વનું છે.
ભારતના 90% લોકો ગરીબ અને મધ્યમ વર્ગમાં આવે છે; તેમના માટે ટાઇલ્સ અને સેનિટરી વેર લક્ઝરી નહીં, જરૂરિયાત છે.
ૠજઝ ઘટાડવાથી મકાનનું ખર્ચ 7-8% ઘટશે, જે લાખો પરિવારો માટે લાભદાયક છે.
મોરબીના ઉદ્યોગો ખજખઊ કેટેગરીમાં આવતા હોવાથી પાતળા માર્જિન સાથે કામ કરે છે.
ૠજઝ ઘટાડો તમામ ઉદ્યોગો માટે ફાયદાકારક રહેશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓને વેગ મળશે, જે પછાત અને ગરીબ વર્ગને લાભ આપશે.