ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.6
જેમાં ટાઇલ્સના વેચાણ પર લાગતા 18 ટકા જીએસટી માંથી 05 ટકા કરવા બાબતે સાંસદ પરસોત્તમ રુપાલાએ દ્વારા પણ નાણામંત્રી નિર્મલાબેન સિતારમને રજુઆત કરવામાં આવી છે અને જીએસટી બાબતે ઉંડાણ પુર્વક ચર્ચાઓ પણ કરી હતી. હાલમાં સિરામિક ઉદ્યોગ મંદીમાં સપડાયો હોય જેથી ઉદ્યોગ માટે જીએસટી ઘટાડવો ખૂબ જરુરી છે તે બાબતે ધારદાર રજુઆત કરી હતી. જેમાં નાણામંત્રી દ્રારા હકારાત્મક મઅભિગમ દાખવીને આગળની કાર્યવાહી માટે અધિકારીઓને ત્વરીત સુચના આપી હતી અને હાજર રહેલા સુખદેવભાઈ અને શામજીભાઈએ પણ સિરામિકના પ્રાણ પ્રશ્નો બાબતે રજુઆત કરી હતી.
મોરબી સિરામિક એસો.ના પ્રમુખ દ્વારા GSTમાં ઘટાડો કરવા નાણામંત્રીને રજુઆત
