4000થી વધુ પશુને રસી અપાઈ, પશુ દવાખાના
ખાસ-ખબર સંવાદદાતા
હાલ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાયો-ભેંસોમાં જોવા મળી રહેલા લમ્પી ડિસીઝની સાવચેતીના ભાગરૂપે મોરબી જીલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા એક્સન મોડમાં આવીને કામગીરી હાથ ધરવામાં આવી છે. પશુઓમાં આ રોગ પ્રવેશ ન કરે તે માટે રસીકરણ ઝુંબેશ પણ હાથ ધરાઈ છે જે હેઠળ અત્યાર સુધી ચાર હજારથી વધુ પશુઓને રસી આપવામાં આવી છે. ઉપરાંત વધુ પશુઓને રસીકરણ દ્વારા સુરક્ષિત બનાવવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
પશુ દવાખાના તેમજ 1962 ની ટીમ દ્વારા સંયુક્ત રીતે આ રોગનો ભોગ બનેલા પશુઓની સારવાર કરવામાં આવી રહી છે તેમજ પશુપાલન વિભાગ દ્વારા પેમ્પલેટ જનસંપર્ક તેમજ લોકોને મળીને આ રોગ વિશે જાણકારી આપવામા આવી રહી છે અને જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ રોગને અટકાવવા રસી મૂકાવવા સહિતના પગલાંઓ લેવા નાયબ પશુપાલન નિયામક દ્વારા પશુપાકોને અનુરોધ કરવામાં આવ્યો છે.ને 1962 દ્વારા કામગીરી