ખાસ-ખબર ન્યૂઝ મોરબી
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોરબી એ ડિવિઝન પોલીસે પ્રશંસનીય કામગીરી હાથ ધરી છે. ઈઊઈંછ પોર્ટલના ઉપયોગથી સર્વેલન્સ સ્ટાફે ખોવાયેલા તથા ચોરાયેલા મોબાઈલ અને દાગીના સહિતનો મુદામાલ શોધી કાઢ્યો છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, CEIR પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનીટરીંગ અને ટેકનીકલ વર્કઆઉટ કરતા કુલ 23 મોબાઈલ (કિંમત ₹4,54,908) મળી આવ્યા. ઉપરાંત, ચીલઝડપમાં ગયેલી સોનાની ચેઈન (કિંમત ₹1,05,000), એક અરજદારની ખોવાયેલ ચેઈન (કિંમત ₹1,00,000) અને એક બાઈક (કિંમત ₹40,000) મળી આવ્યા હતા. આ રીતે કુલ ₹6,99,908નો મુદામાલ શોધી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. પોલીસની આ કામગીરીથી અરજદારો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. મોરબી એ ડિવિઝન પોલીસએ પોલીસ પ્રજાની મિત્ર સૂત્રને સાચું ઉતાર્યું છે.



