મોરબી નાં જેતપર રોડ ઉપર આવેલા પીપળી ગામ પાસે રિક્ષાન ભાડા બાબતે બોલાચાલી થતા એક શખ્સને યુવાને છરીનાં ઘા મારી હત્યા કરી હતી તો અન્ય એક સખ્સે મદદગારી કરી હત્યારાને રિક્ષામાં બેસાડી રિક્ષા લઇ નાશી ગયાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબીના પીપળી રોડ પર આવેલ રોયલ પાર્ક નજીક રહેતા મલુ મોહનસિંગ ભાંભોરે બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે રાજો માધવજીભાઈ જોગડિયા રહે-યોગીનગર મોરબી અને આરોપી અનીલ રામસિંગભાઈ યાદવ રહે- યોગીનગર મૂળ-ભુજ વાળા તથા મરણજનાર વિજયભાઈ શંકરભાઈ અખાડીયા (ઉ.૨૮) ને રીક્ષાના ભાડા બાબતે બોલાચાલી થતા આરોપી રાજેશ ઉર્ફે રાજુએ મરણજનાર વિજયને પીપળી રોડ પર રોયલ પાર્ક સોસાયટી નજીક છરીના ઘા મારી પેટમાં તથા પડખામાં તથા ડાબા હાથના કાંડા ઉપર છરીથી ઈજા કરી વિજય અખાડીયાનું મૃત્યુ નીપજાવી આરોપી અનીલ યાદવે રીક્ષા જીજે ૩૬ યુ ૬૨૨૫ વાળી ચલાવી આરોપી રાજેશ ઉર્ફે રાજુને પાછળ બેસાડી રીક્ષા લઇ નાશી ગયા હોવાની ફરિયાદ મોરબી શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી. જે મામલે પી.આઈ. આઈ એમ કોઢીયાએ વધુ તપાસ ચલાવી બંને આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.(અહેવાલ શ્રીકાંત પટેલ મોરબી)


