ઠંડીથી રક્ષણ માટે મનપાની ‘નાઈટ-ડ્રાઈવ’: ફૂટપાથ પર રહેતા પરિવારોનું કરાયું કાઉન્સેલિંગ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3
- Advertisement -
કમિશનર અને નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ મોરબી મહાનગરપાલિકા દ્વારા ગત રાત્રે શહેરમાં વિશેષ ‘નાઈટ-ડ્રાઈવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાતિલ ઠંડીના કારણે ફૂટપાથ પર રહેતા લોકોના આરોગ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુથી યુ.સી.ડી. શાખા અને શ્રીસિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગ સંસ્થાના સ્ટાફે સ્થળ પર જઈ લોકોનું કાઉન્સેલિંગ કર્યું હતું. આ કામગીરી દરમિયાન ફૂટપાથ પર વસવાટ કરતા 36 જેટલા ઘરવિહોણા લોકોને પરિવાર સાથે મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ આશ્રયગૃહમાં નિરાધાર લોકોને રહેવા, જમવા સહિતની તમામ સુવિધાઓ નિ:શુલ્ક પૂરી પાડવામાં આવે છે. મનપા કમિશનરે શહેરના વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકોને આ આશ્રયગૃહનો લાભ લેવા અનુરોધ કર્યો છે.



