આજથી નાની બાળાઓનો મોળાકત વ્રતનો પ્રારંભ થયો છે. સોમવારથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થશે. મોળાકત વ્રતમાં નાની બાળાઓ પાંચ દિવસ મીઠા વગરનું વ્રતમાં નાની બાળાઓ પાંચ દિવસ મીઠા વગરનું ભોજન તથા ફરાળ લેશે. નાની બાળાઓ આ વ્રત પાંચ વર્ષ સુધી રહે છે. ત્યારબાદ વ્રતનું ઉજવણું કરે છે. વ્રત ઉજવણીમાં પાંચ નાની બાળાઓને ભોજન ફરાળીને તેને શણગારની વસ્તુઓ ભેટમાં અપાય છે.
- Advertisement -
મોળાકતનું જાગરણ:- આગામી તા.13મીના બુધવાર અષાઢી પૂજનના રાત્રીના 12 વાગ્યા સુધી મોળાકતનું જાગરણ બાળાઓ કરે છે.
જયાપાર્વતી:- તા.11મીના સોમવારથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થશે. આ વ્રત કુંવારી બહેનો રહે છે. ઘણી જગ્યાએ આ વ્રત પરિણિત બહેનો પણ કરે છે. આ વ્રતમાં પણ પાંચ દિવસ સુધી બહેનો મીઠા વગરનું ખાય છે. પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે. અનેક બહેનો જયા સુધી લગ્ન ન થાય ત્યાં સુધી આ વ્રત રહે છે. અને સાસરે જઈને વ્રતનું ઉજવણું કરે છે. વ્રત ઉજવણીમાં પાંચ સુહાગિની બહેનોને જમાડી અને સૌભાગ્યની વસ્તુ આપવામાં આવે છે.
જયાપાર્વતી વ્રતનું જાગરણ:- જયા પાર્વતી વ્રતનું જાગરણ તા.15મીના શુક્રવારે થશે.મોળાકત વ્રત અને જયાપાર્વતી વ્રત રહેવાથી આરોગ્ય સારૂ રહે છે. મોળાકત વ્રત રહેવાથી ભાગ્યદિય અને વિદ્યાલયની પ્રાપ્તિ થાય છે. જયા પાર્વતી વ્રત રહેવાથી સાસરૂ અને પતિ સારો મળે છે. તેમ શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંત રત્ન) એ જણાવેલ છે.