એક જ દિવસમાં ચાર દેશી દારૂના સ્થળો પર દરોડા કર્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા મૂળી તાલુકાના ભવાનીગઢ ગામે ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો કરી એક લાખ રૂપિયાથી પણ વધુનો મુદ્દા માલ રક્ત કર્યો હતો જેમાં સ્થાનિક પોલીસ પર અનેક સવાલો ઊભા થતા અંતે ઘોર નિંદ્રામાં રહેલી મૂળી પોલીસ સફાળી જાગી હતી અને એક જ દિવસમાં ચાર સ્થળો પર દરોડા કર્યા હતા. જેમાં પ્રથમ દરોડો ખારાવાડ સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો કરી દેશી દારૂ 608 લિટર (કિંમત 1,21,600 રૂપિયા), દેશી દારૂનો આથો 2000 લિટર (કિંમત 50,000 રૂપિયા) તથા દેશી દારૂની ભઠ્ઠીના અન્ય સાધનો સહિત કુલ 1,72,400 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી હસુભાઈ ઉર્ફે ઠુઠી ધીરુભાઈ ડાભી (રહે: દુધઈ) વાળા વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે ભવાનીગઢ ગામથી ખંભાળિયા તરફ જવાના માર્ગે વાડી વિસ્તારમા દેશી દારૂ બનાવવાનો આથો 200 લીટર (કિંમત 5000 રૂપિયા), દેશી દારૂ 2 લિટર (કિંમત 400 રૂપિયા) તથા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો 20 કિલોગ્રામ ગોળ કિંમત 200 રૂપિયા એમ કુલ 5600 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી બહાદુરભાઈ લક્ષ્મણભાઈ દેકાવાડિયા (રહે: ભવાનીગઢ) વાળા વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ તરફ ભવાનીગઢ ગામની સીમમાં નદીના કાંઠેથી દેશી દારૂ બનાવવાનો આથો 2500 લિટર (કિંમત 62,500 રૂપિયા)નો જપ્ત કરી અશ્વિનભાઈ માધાભાઇ દેકાવાડીયા (રહે: ભવાનીગઢ) વાળા વિરુધ ગુનો નોંધાયો હતો. સાથે જ કરશનગઢ ગામની ખેતલીયા તરીકે ઓળખાતી સીમ વિસ્તારમાં દેશી દારૂ બનાવવાનો આથો 300 લીટર (કિંમત 7500 રૂપિયા)નો જપ્ત કરી ભીમાભાઇ પ્રભુભાઈ કોળી વિરુધ મૂળી પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે મૂળી પોલીસે જિલ્લા એલ.સી.બી ટીમના ભવાનીગઢ ગામે દેશી દારૂની ભઠ્ઠી પર કરાયેલા દરોડા બાદ કામગીરી હાથ ધરી હતી.



