કોડિનાર ખાતર ડેપો ખાતે ખેડૂતોની લાંબી કતારો લાગી
વહેલી સવાર થી લાઈનમાં ઉભવા છતાં અને ધક્કા ખાવા છતાં ખાતર ન મળતા ખેડૂતોમાં કકળાટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
આમ તો ચોમાસા બાદ ગીર સોમનાથ જિલ્લામાં ખાતર ની ખેંચતાણ જોવા મળી રહી હતી પરંતુ છેલ્લા એકાદ મહિનાથી કોડીનાર સહિત સમગ્ર જિલ્લામાં DAP ખાતર ની અછત સર્જાતા ખેડૂતો ઠેર ઠેર ભટકી રહ્યા હતા અને આજે મહિના બાદ કોડીનાર ખાતર ડેપો માં ઉઅઙ ખાતર ની ગાડી આવતા ખેડૂતો એ રીતસર ની પડાપડી કરી હતી અને વહેલી સવારે 5 વાગ્યાથી મહિલાઓ સહિત ખેડૂતો ની કતાર લાગી હતી. જો કે વહેલી સવારે આવવા છતાં અને છેલ્લા કેટલાક દિવસોથી ધક્કા ખાવા છતાં ખેડૂતો ને ખાતર ન મળતા ખેડૂતોમાં કકળાટ જોવા મળ્યો હતો.
એક તરફ ખેડૂતોને પોતાના રવિ પાક નું વાવેતર કરવાનો સમય વતી રહ્યો છે અને ઘઉં, શેરડી ચણા સહિતના પાકો ના વાવેતર વિલંબ થઈ રહ્યો છે અને ખેડૂતો ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે માંડ મહિના બાદ ઉઅઙ ખાતર ની ગાડી આવતા ખેડૂતો વહેલી સવારથી ઉમટી પડયા અને જાણે ખાતર લેવાં માટે ખેડૂતો નો મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા જો કે ગત અઠવાડિયે કૃષિ મંત્રી એ જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં ખાતર ની ખેંચતાણ ન રહે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહશે પરંતુ મંત્રીના નિવેદન બાદ પણ ગીરના ખેડૂતો દર દર ભટકી રહ્યા છે અને પોતાના પાક ના વાવેતર માં મોડું થઈ રહ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.