આજે માસિક શિવરાત્રીનું વ્રત કરવામાં આવી રહ્યું છે. શિવરાત્રીની સાથે સાથે અઘોર ચતુર્દશી પણ છે. આ દિવસે ભગવાન શિવનો ગંગાજળ, દૂધ, દહીં, ઘી અને સાકરથી બનેલ પંચામૃતથી રૂદ્રાભિષેક કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
આજે માસિક શિવરાત્રીનું વ્રત કરવામાં આવી રહ્યું છે. દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે માસિક શિવરાત્રીનું વ્રત કરવામાં આવે છે. આજના દિવસે ભગવાન ભોળેનાથ અને માઁ ગૌરીની પૂજા કરવામાં આવે છે. માસિક શિવરાત્રીના દિવસે શિવજી અને માતા પાર્વતીને બિલીપત્ર, ફૂલ, ધૂપ-દીવા, ફળ, ભોગ ધરાવવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. શિવમંત્રનો જાપ કરવાથી ફળદાયી સાબિત થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર માસિક શિવરાત્રીનું વ્રત કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થઈને તમામ કામમાં સફળતા પ્રદાન કરે છે. આજે માસિક શિવરાત્રીની સાથે સાથે અઘોર ચતુર્દશી પણ છે. આ દિવસે ભગવાન શિવનો ગંગાજળ, દૂધ, દહીં, ઘી અને સાકરથી બનેલ પંચામૃતથી રૂદ્રાભિષેક કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
- Advertisement -
માસિક શિવરાત્રી પૂજા વિધિ
-માસિક શિવરાત્રિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર પહેરો.
-શિવ મંદિરમાં જઈને અથવા ઘરના પૂજા રૂમમાં શિવલિંગ પર જળ અર્પણ કરો.
-શિવલિંગ પર ચંદનનો તિલક કરો.
-શિવલિંગ પર બિલીપત્રના પાન, સફેદ ફૂલ, ધૂપ-દીવા, ફળ, ભાંગ અને ધત્તૂરાનો ભોગ ચઢાવો.
-આ પછી શિવ મંત્રનો જાપ કરો અને શિવ ચાલીસાનો પાઠ પણ કરો.
-ભગવાન શિવની આરતી સાથે પૂજા પૂર્ણ કરો.
-શિવમંત્રનો જાપ કરો અને શિવ ચાલીસાના પાઠ કરો.
-શિવજીની આરતી કર્યા પછી પૂજા પૂર્ણ થશે.
-માસિક શિવરાત્રી 2023 શુભ મુહૂર્ત
-તિથિ પ્રારંભ- આજે સવારે 02:21 વાગ્યાથી તિથિનો પ્રારંભ થયો છે.
-તિથિ સમાપ્તિ- 14 સપ્ટેમ્બરના રોજ સવારે 04:48 વાગ્યે સમાપ્તિ
-પૂજા મુહૂર્ત- રાત્રે 11:54 વાગ્યાથી સવારે 14 સપ્ટેમ્બરે 12:40 વાગ્યા સુધી
-પૂજા માટે કુલ સમય- 46 મિનિટ
શિવલિંગ પર આ વસ્તુ અર્પણ કરો
બિલીપત્ર, ભાંગ, ધત્તૂરો, દૂધ, ગંગાજળ, શમીના પાન, દુર્વા
- Advertisement -
શિવલિંગ પર આ વસ્તુ અર્પણ ના કરવી
શિંદૂર, હળદર, તુલસી, નારિયેળ પાણી