-મેઘરાજા આવતા સપ્તાહમાં ગુજરાતમાં ટકોરા મારશે
કચ્છમાં ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાની અસર હેઠળ કેટલાંક દિવસોથી દેશમાં નૈઋત્ય ચોમાસાની પ્રગતિ સ્થગીત છે અને રત્નાગીરી પાસે અટવાયેલું છે.પરંતુ હવે રાહતનાં સંકેતો હોય તેમ એકાદ દિવસમાં ચોમાસું રફતાર પકડશે અને વિક એન્ડમાં મુંબઈમાં તથા આવતા સપ્તાહના પ્રારંભે ગુજરાતમાં પ્રવેશવાની શકયતા છે.
- Advertisement -
મુંબઈ હવામાન વિભાગનાં રીપોર્ટ પ્રમાણે ચોમાસું 11 જુને રત્નાગીરી પહોંચી ગયુ હતું પરંતુ વાવાઝોડાની અસર હેઠળ પ્રગતિ અટકી ગઈ હતી હવે 10 દિવસ મોડૂ થયા બાદ શુક્રથી રવિવાર સુધીમાં મુંબઈ પહોંચી જવાની શકયતા છે. વાવાઝોડાની અસર સંપૂર્ણ દુર થતા હવે અત્યાર વધવા માટેના સાનુકુળ સંજોગો સર્જાયા છે. ભારતમાં ચોમાસાનો પ્રવેશ આઠ દિવસ મોડો થયો હતો
ગત 8મી જુને કેરળમાં આગમન થયુ હતું. બીજી તરફ ગુજરાતમાં ચોમાસાનું આગમન 26 અથવા 27 મી જુને થવાની આગાહી ખાનગી હવામાન ખાતાએ કરી છે.