બિપરજોય વાવાઝોડું ઉત્તર-પશ્ર્ચિમ ઓમાન તરફ આગળ વધશે તો ચોમાસાના પ્રવાહને કરશે અસર
ખાસ-ખબર સંવાદદાતા
અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડાએ ભેજ ખેંચતા ચોમાસાની તીવ્રતામાં ઘટાડો થયો છે. જેના કારણે કેરળમાં ચોમાસુ મોડું બેઠું છે. હવામાન વિભાગના મત મુજબ આગામી તા.18 થી 21 જૂનની વચ્ચે દક્ષિણ દ્વીપકલ્પ,પૂર્વ ભારત અને પડોશના કેટલાક વધુ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહેશે.જો ચક્રવાત બિપરજોય ઉત્તર-પશ્ચિમ ઓમાન તરફ આગળ વધશે તો તે ચોમાસાના પ્રવાહને અસર કરશે.
- Advertisement -
બિપરજોય વાવાઝોડું આજે કચ્છ જીલ્લાના જખૌ દરિયાકાંઠે ત્રાટકશે .આ વાવાઝોડું અરબ સાગરમાં ઉદભવ્યું છે.જેના કારણે ચોમાસાની સિસ્ટમને અસર થઇ છે. હવામાન વિભાગે વાવાઝોડાને લઇ રેડ એલર્ટ જાહેર કર્યું છે.સરકારે કોઈ પણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે પણ ચોમાસાને લઈને આગાહી કરી છે.જેમાં આગાહી કરી છે કે કેરળમાં શરૂઆતમાં વિલંબ થયા પછી દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી રવિવારથી દક્ષિણ દ્વીપકલ્પ અને દેશના પૂર્વ ભાગોમાં આગળ વધશે .
ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે બિપરજોય વાવાઝોડુ ચોમાસાથી સંપૂર્ણપણે અલગ થઈ ગયું છે. મોસમી વરસાદી સિસ્ટમને આગળ વધવા પર વાવાઝોડાની કોઈ અસર પડશે નહીં. જો બિપરજોય વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ ઓમાન તરફ આગળ વધશે તો તે ચોમાસાના પ્રવાહને અસર કરશે.વાવાઝોડું વિષુવવૃત્તીય પ્રવાહને મજબૂત કરીને ચોમાસાને આગળ વધારવામાં મદદ કરી શકે છે. આગામી તા. 18 થી 21 જૂનની વચ્ચે દક્ષિણ દ્વીપકલ્પ,પૂર્વ ભારત અને પડોશના કેટલાક વધુ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે.