ઓડિશાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નવીન પટનાયકની આગેવાની હેઠળના બીજેડીએ જાહેરાત કરી છે કે તે મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવશે અને સંસદમાં રાજ્યના હિતના મુદ્દાઓને આક્રમક રીતે ઉઠાવશે. પટનાયકે પોતાની પાર્ટીના સાંસદોને ઓડિશાને વિશેષ દરજ્જો આપવાની માંગ ઉઠાવવા કહ્યું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. સંસદનું ચોમાસુ સત્ર આના એક દિવસ પહેલા એટલે કે સોમવારથી શરૂ થશે. આ સમય દરમિયાન, વિપક્ષ NEET પેપર લીક, રેલ્વે સુરક્ષા અને કંવર યાત્રાને લઈને યુપી સરકારના નિર્ણય સહિત ઘણા મુદ્દાઓ પર NDA સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યો છે. કેન્દ્ર સરકારે ચોમાસુ સત્ર પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો.
- Advertisement -
સંસદ સત્ર પહેલા રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં, JDU અને YSRCPએ અનુક્રમે બિહાર અને આંધ્રપ્રદેશ માટે વિશેષ દરજ્જાની માંગ કરી હતી. દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. શાસક ગઠબંધન એનડીએ તરફથી જીતનરામ માંઝી અને જયંત ચૌધરી પણ બેઠકમાં હાજર રહ્યા ન હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાજવાદી પાર્ટીએ બેઠકમાં કંવર યાત્રાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ અંગે લેવાયેલ નેમ પ્લેટનો નિર્ણય ‘સંપૂર્ણપણે ખોટો’ છે.
સરકાર 6 બિલ રજૂ કરી શકે છે
સોમવારથી શરૂ થયેલું સંસદનું આ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. આમાં કુલ 19 બેઠકો યોજાવાની છે. આ સમયગાળા દરમિયાન સરકાર છ બિલ પણ રજૂ કરે તેવી અપેક્ષા છે. આમાં 90 વર્ષ જૂના એરક્રાફ્ટ એક્ટમાં ફેરફાર કરવા માટેનું બિલ તેમજ જમ્મુ-કાશ્મીરનાં બજેટ માટે સંસદની મંજૂરીનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન વિપક્ષ તરફથી હંગામો જોવા મળી શકે છે. મંગળવારે રજૂ થનારા બજેટ પહેલા નાણાંમંત્રી સીતારમણ સોમવારે સંસદમાં આર્થિક સર્વે પણ રજૂ કરશે.
- Advertisement -
ઈકોનોમિક સર્વે એટલે શું?
તમને જણાવી દઈએ કે પ્રથમ આર્થિક સર્વે 1950-51માં રજૂ કરવામાં આવ્યો હતો. બજેટના એક દિવસ પહેલા રજૂ કરવાની પરંપરા 1964થી શરૂ થઈ હતી. આના માધ્યમથી જનતાને માત્ર અર્થવ્યવસ્થાની સાચી સ્થિતિ જ નહીં, પરંતુ સરકારને અનેક પડકારો વિશે પણ જણાવે છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય તે પણ સર્વેમાં જણાવવામાં આવ્યું છે. આ સર્વેમાંથી સામાન્ય જનતાને માત્ર મોંઘવારી અને બેરોજગારીના આંકડા જ નહીં પરંતુ રોકાણ, બચત અને ખર્ચ અંગેના વિચારો પણ મળે છે.
ધારો કે સરકારનું ધ્યાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર છે તો આ ક્ષેત્ર રોકાણકારોને આકર્ષી શકે છે. એટલે કે, આ સેક્ટર મુજબની શક્યતાઓનો ખ્યાલ આપે છે. સર્વેમાં માત્ર સરકારની નીતિઓ વિશે જ માહિતી આપવામાં આવતી નથી. આર્થિક સર્વે માત્ર સરકારની નીતિઓ જ નહીં પરંતુ ભાવિ આર્થિક દૃષ્ટિકોણ પણ દર્શાવે છે, તેથી જ તેને બજેટ પહેલા રજૂ કરવાની પરંપરા છે.
સરકાર આ બિલ લાવવા જઈ રહી છે
સત્ર દરમિયાન સૂચિબદ્ધ બિલોમાં ફાઇનાન્સ બિલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બોઇલર્સ બિલ, ઇન્ડિયન એરક્રાફ્ટ બિલ, કોફી પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ બિલ અને રબર પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ બિલનો સમાવેશ થાય છે. સત્રમાં અનુદાનની માંગ પર ચર્ચા અને મતદાન થશે. આ સિવાય વિનિયોગ બિલ પસાર કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરના બજેટ પર પણ ચર્ચા થશે અને બજેટ પસાર કરવામાં આવશે.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સંસદીય કાર્યસૂચિ નક્કી કરવા માટે બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC)ની રચના કરી છે. ઓમ બિરલા આ સમિતિના અધ્યક્ષ છે. વિવિધ પક્ષોના 14 સાંસદો નોમિનેટ થયા છે. આ સમિતિ લોકસભાનું કામ, ચર્ચાનો સમય વગેરે નક્કી કરે છે. જેમાં ભાજપમાંથી નિશિકાંત દુબે, અનુરાગ સિંહ ઠાકુર, ભર્ત્રીહરિ મહતાબ, પીપી ચૌધરી, બિજયંત પાંડા, ડો.સંજય જયસ્વાલ વગેરેનો સમાવેશ થાય છે. કે સુરેશ, કોંગ્રેસ તરફથી ગૌરવ ગોગોઈ, TMC તરફથી સુદીપ બંદોપાધ્યાય, DMK તરફથી દયાનિધિ મારન, શિવસેના (UBT) તરફથી અરવિંદ સાવંતનો સમાવેશ થાય છે.
નવીન પટનાયકે બજેટ પહેલા શું કહ્યું?
ઓડિશાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નવીન પટનાયકની આગેવાની હેઠળના બીજેડીએ જાહેરાત કરી છે કે તે મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવશે અને સંસદમાં રાજ્યના હિતના મુદ્દાઓને આક્રમક રીતે ઉઠાવશે. પટનાયકે પોતાની પાર્ટીના સાંસદોને ઓડિશાને વિશેષ દરજ્જો આપવાની માંગ ઉઠાવવા કહ્યું છે.
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું- પેપર લીક અંગે કોઈ પુરાવા નથી
NEET પેપર લીક મામલે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. તેનો જવાબ આપતાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ‘છેલ્લા સાત વર્ષમાં પેપર લીક અંગે કોઈ પુરાવા નથી. આ કેસ પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ચીફ જસ્ટિસ તેના પર સુનાવણી કરી રહ્યા છે. NTA પછી 240 પરીક્ષાઓ થઈ છે. 5 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી અને 4.5 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન તદ્દન ખોટું છે. તેમણે સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ પર સવાલ ન ઊઠાવવા જોઈએ. પેપર લીક થયાના કોઈ પુરાવા નથી. હાં હું એ વાત સ્વીકારું છે કે અમુક જગ્યાએ ગરબડ થઈ છે.
140 કરોડ દેશવાસીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ
વિપક્ષ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું, ‘નવી સંસદની રચના બાદ સંસદના પ્રથમ સત્રમાં વિપક્ષે જોરદાર હોબાળો કર્યો. જે સરકારને 140 કરોડ દેશવાસીઓએ બહુમતી સાથે સેવા કરવાનો આદેશ આપ્યો હતો. તેમનો અવાજ દબાવવાનો અલોકતાંત્રિક પ્રયાસ કરવામાં આવ્યો હતો. અઢી કલાક સુધી દેશના વડાપ્રધાનને રોકવા અને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સરકારની ગેરન્ટીને હકીકત બનાવવી એ અમારું લક્ષ્ય : પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ બજેટ સત્ર પહેલા સંસદ પરિસરની બહાર મીડિયાને સંબોધતા કહ્યું હતું કે સરકારની ગેરન્ટીને હકીકત બનાવવી એ જ અમારું લક્ષ્ય છે. તમામ રાજકીય પક્ષોને મારી અપીલ છે કે તેઓ પક્ષ માટે નહીં પણ દેશ માટે કામ કરે અને સંસદના બંને ગૃહ સારી રીતે કામ કરે તે માટે સાથે મળીને કામ કરે.
વડાપ્રધાન મોદીએ તમામ રાજકીય પક્ષોને કરી અપીલ
રાહુલ ગાંધીએ પેપર લીક મામલે ઊઠાવ્યાં સવાલો
લોકસભામાં બજેટ સત્રની શરૂઆતમાં જ ભારે હોબાળાની સ્થિતિ જોવા મળી. NEET પેપર લીક મામલે સરકારને ઘેરવાનું શરૂ કરતાં વિપક્ષ વતી રાહુલ ગાંધીએ મોરચો સંભાળ્યો. તેમણે સરકારને તીખાં સવાલો પૂછ્યાં હતા. રાહુલે કહ્યું કે સરકાર જણાવે કે તે પેપર લીકને રોકવા માટે શું કરી રહી છે? લાખો બાળકોના ભવિષ્ય માટે આ સવાલ છે. પરીક્ષા વ્યવસ્થામાં મોટાપાયે ગરબડ થઈ રહી છે. પૈસાના જોરે પરીક્ષાનો સોદો થતો હોય તેવું દેખાય છે.
રાહુલે ધર્મેન્દ્ર પ્રધાનને ઘેર્યા
રાહુલ ગાંધીએ કહ્યું કે સમગ્ર દેશ સામે સ્પષ્ટ છે કે આપણી શિક્ષણ પ્રણાલીમાં ગંભીર ખામી છે. ફક્ત NEETમાં જ નહીં પણ તમામ મુખ્ય પરીક્ષાઓમાં ગરબડ થઈ રહી છે. મંત્રી (ધર્મેન્દ્ર પ્રધાન)એ પોતાના સિવાય બધાને દોષિત ઠેરવ્યા છે. મને નથી લાગતું કે અહીં જે કંઈ થઈ રહ્યું છે તે એના મૂળ સિદ્ધાંતોને પણ સમજે છે.
અખિલેશ યાદવે NEET પેપર લીક મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા
NEET પરીક્ષા મુદ્દે સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે કહ્યું, “આ સરકાર પેપર લીકનો પણ રેકોર્ડ બનાવશે. કેટલાક કેન્દ્રો એવા છે જ્યાં 2,000થી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યાં સુધી આ મંત્રી (શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન) છે ત્યાં સુધી, વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે”
તમારી પાસે પૈસા હોય તો એક્ઝામ સિસ્ટમ ખરીદી શકો છો : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ આક્રમક અંદાજમાં કહ્યું કે મુદ્દો એ છે કે દેશમાં લાખો વિદ્યાર્થીઓ છે. જે એ વાતથી ચિંતિત છે કે શું થઈ રહ્યું છે અને તેમને વિશ્વાસ છે કે ભારતની એક્ઝામ સિસ્ટમ એક દગા સમાન બની ગઈ છે. લાખો લોકો હવે એવું માને છે કે જો તમે ધનિક છો અને તમારી પાસે પૈસા છે તો તમે ભારતની આ એક્ઝામ સિસ્ટમને ખરીદી શકો છો. વિપક્ષ પણ આવુ જ વિચારે છે.