-સરકારી એજન્સીઓનાં દુરૂપયોગથી માંડીને વિવિધ મુદ્દાઓ પર સરકારને ભીડવશે વિપક્ષો
સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છ તે પૂર્વે સરકાર દ્વારા આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. 2024 ની ચૂંટણી પૂર્વે 26 વિપક્ષો એકજુથ થયા હોવાથી સંસદમાં પણ સરકારને સંયુકત વિપક્ષી તાકાતનો સામનો કરવો, પડે તેવી શકયતા છે.
- Advertisement -
સંસદનુ ચોમાસું સત્ર બે સપ્તાહથી વધુ સમય ચાલવાનું છે કોંગ્રેસ સહીતનાં વિપક્ષી સભ્યો મોંઘવારી, ભષ્ટાચાર, ચોમાસાની તારાજી, સરકારી એજન્સીઓનાં દુરપયોગ વગેરે મુદ્દે સરકારને ભીડવવા સજજ હોવાનું સ્વાભાવીક છે તે પુર્વે અધ્યક્ષ દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે.સંસદની કાર્યવાહી શાંતિપૂર્ણ રહે અને વિવિધ મુદાઓ પર તંદુરસ્ત ચર્ચા થાય તે માટે તમામ પક્ષોને અનુરોધ કરવામાં આવે તે સ્પષ્ટ છે.
સંસદનાં બજેટ સત્રમાં સરકાર સામે વિપક્ષોએ આક્રમક રૂખ અપનાવ્યુ હતું. અને દિવસો સુધી કાર્યવાહી અટકાવી હતી આ વખતે વિપક્ષો એકજુટ થયા હોવાથી વધુ તાકાતથી સરકારને ભીડવે તેવી શકયતા છે.
લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા માટે 26 પક્ષો એક થયા છે અને ઈન્ડીયા નામે સંયુકત ગઠબંધન કરવામાં આવ્યું છે. ચૂંટણી પુર્વે ગઠબંધન સંસદમાં પણ તાકાત દેખાડવાનો પ્રયાસ કરે તે સ્પષ્ટ છે. આજે સર્વપક્ષીય બેઠકમાં જ વિપક્ષી અભિગમનો સંકેત મળી જવાનું સ્પષ્ટ છે. આવતીકાલથી શરૂ થનારૂ ચોમાસુ સત્ર તોફાની બની રહેશે.
- Advertisement -