12 બિલ પસાર થયા, ઓનલાઈન ગેમિંગ બિલ રાજ્યસભામાં પણ પાસ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.21
આજે સંસદના ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ છે. સત્ર 21 જુલાઈથી શરૂ થયું હતું. બંને ગૃહોમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા સિવાય, આ સત્રમાં ખૂબ જ ઓછું કામ થયું છે. એક મહિના સુધી ચાલેલા સત્ર દરમિયાન, લોકસભાએ 12 બિલ અને રાજ્યસભાએ 14 બિલ પસાર કર્યા. રાજ્યસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ ધ્વનિ મતથી પાસ થયું. વિપક્ષના સૂત્રોચ્ચારને કારણે કાર્યવાહી 10 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી.
- Advertisement -
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે ગૃહમાં ચર્ચા માટે 120 કલાક ફાળવવામાં આવ્યા હતા પરંતુ માત્ર 37 કલાક જ ચર્ચા થઈ શકી. આ સાથે, બે વખત સ્થગિત થયા બાદ, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી. રાજ્યસભામાં ચોમાસુ સત્રના પહેલા દિવસે, ફક્ત બિલ ઓફ લેડીંગ બિલ 2025 કોઈપણ વિક્ષેપ વિના પસાર થયું. અન્ય બિલો હોબાળા વચ્ચે થોડી ચર્ચા પછી જ અથવા વિરોધ પક્ષોના બાયકોટ પછી પસાર થયા.
ખરેખરમાં, વિપક્ષના સાંસદો બિહાર જઈંછ પર ચર્ચાની માંગ કરતા રહ્યા. તેમના વિરોધ અને હોબાળાને કારણે, બંને ગૃહોમાં કાર્યવાહી થઈ શકી નહીં. ગઈકાલે, જ્યારે અમિત શાહે લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યા, ત્યારે વિપક્ષે તેની નકલો ફાડી નાખી અને ગૃહમંત્રી પર કાગળો ફેંક્યા. તેમજ, ઓનલાઈન મની ગેમ્સ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવતા ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ, 2025 લોકસભામાં પસાર કરવામાં આવ્યું. જ્યારે રાજ્યસભાએ આસામના ગુવાહાટીમાં દેશની 22મી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (ઈંઈંખ) સ્થાપવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (સુધારા) બિલ, 2025 પસાર કર્યું. આસામમાં આવતા વર્ષની શરૂઆતમાં ચૂંટણી થવાની છે.રાજ્યસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ ધ્વનિ મતથી પાસ થયું. વિપક્ષના સૂત્રોચ્ચારને કારણે કાર્યવાહી 10 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી.રાજ્યસભાની કાર્યવાહી ફરી એકવાર બપોરે 2 વાગ્યે શરૂ થઈ. જ્યાં અશ્વિની વૈષ્ણવે ઓનલાઈન ગેમિંગ બિલ ચર્ચા માટે રજૂ કર્યું. જોકે, વિપક્ષનો હોબાળો ચાલુ રહ્યો. આ પહેલા, અમિત શાહે સંયુક્ત સમિતિ સમક્ષ 3 બિલ રજૂ કર્યા – પ્રથમ બંધારણ (એકસો ત્રીસમો સુધારો) બિલ, બીજું કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર (સુધારો) બિલ અને ત્રીજું જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ 2025.