મુંબઇમાં અનેક વિસ્તારમાં 7-8 કિમી સુધી ટ્રાફિક જામ
70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાયો; પૂણેમાં વાદળ ફાટતાં 200 ઘરમાં પાણી ભરાયાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.26
દેશનાં 5 રાજ્યમાં ચોમાસું પહોંચી ગયું છે. 24 મેના રોજ કેરળ, કર્ણાટક, તામિલનાડુને આવરી લીધાં પછી 25 મેના રોજ ચોમાસાએ સમગ્ર ગોવા અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોને આવરી લીધા છે
આજે સવારથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારમાં 7-8 કિમી લાંબો જામ થયો છે. 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ઘણાં ઝાડ પડી ગયાં છે.મુંબઈમાં ભારે વરસાદને કારણે વિઝિબિલિટીમાં ઘણો ઘટાડો થયો છે. સવારે 10 વાગ્યે લોકો પોતાની ગાડીની લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવી રહ્યા છે. વિઝિબિલિટી ઘટવાને કારણે ફ્લાઇટ સેવાઓ પણ અસર થઈ છે. રવિવારે 35 વર્ષ પછી મહારાષ્ટ્રમાં ચોમાસું સમય પહેલાં પહોંચ્યું. સામાન્ય રીતે ચોમાસું 5 જૂનની આસપાસ રાજ્યમાં એન્ટ્રી કરે છે. આ વખતે એ 10 દિવસ વહેલું આવી ગયું. આ પહેલાં 1990માં 20મી મેના રોજ પહોંચ્યું હતું. પશ્ચિમ મહારાષ્ટ્રમાં ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે. રવિવારે પુણે જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. પુણે-સોલાપુર હાઇવે પર પાટાસ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની. આના કારણે ઘણી નદીઓ અને નાળાં અચાનક છલકાઈ ગયાં.
અનેક વાહનો તણાઈ ગયાં, ટ્રેક્ટર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પુણેના બારામતી અને ઇન્દાપુરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અહીં ગઉછઋની 2 ટીમ બચાવ માટે તહેનાત કરવામાં આવી છે.
પુણેના બારામતીમાં 83.6 મિમી વરસાદ પડ્યો હતો, જ્યારે ઇન્દાપુરમાં 35.7 મિમી વરસાદ નોંધાયો હતો. ઇન્દાપુરનાં 70 ગામમાં બારામતીનાં 150 ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં તેમજ આજે યુપીના 27 જિલ્લામાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 15 વર્ષમાં આ પહેલીવાર છે, જ્યારે નવતપાના 9 દિવસમાં એકપણ દિવસ લૂ ફુંકાશે નહીં. નવતપાના પહેલા દિવસે 20 જિલ્લામાં ભારે વરસાદ પડ્યો.
કેરળમાં ભારે વરસાદથી 9 જિલ્લામાં સ્કૂલો-કોલેજોમાં રજા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ કેરળ
કેરળમાં ભારે વરસાદ ચાલુ છે. ત્રિશૂરમાં ચાલતી ટ્રેન પર એક ઝાડ પડ્યું. કોઝિકોડમાં સ્કૂટર ચલાવતી વખતે એક વ્યક્તિ પર ઝાડ પડવાથી તેનું મોત થયું. કોડંચેરીમાં કરંટ લાગતાં ભાઈ-બહેનોનાં મૃત્યુ થયાં. રાજ્યના 9 જિલ્લામાં શાળાઓ અને કોલેજો બંધ છે
ઉત્તરી પલક્કડ જિલ્લામાં 40 ઘરને નુકસાન થયું હતું, જેમાંથી ચાર સંપૂર્ણપણે નાશ પામ્યાં હતાં. વાયનાડના પદિનજરથારામાં ઘણા પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. 28 સભ્યોની NDRF ટીમ વાયનાડ પહોંચી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશમાં બે ચક્રવાતી પરિભ્રમણ અને એક ટ્રફને કારણે હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. આ કારણે આગામી 4 દિવસ સુધી આંધી અને વરસાદનું એલર્ટ છે.