સમગ્ર દુનિયામાં મંકીપોક્સના કેસો વધી રહ્યા છે. ત્યારે હવે ભારતમાં પણ મંકીપોક્સની એન્ટ્રી થઈ હોવાના અણસાર મળી રહ્યા છે.
સમગ્ર દુનિયામાં મંકીપોક્સના કેસો વધી રહ્યા છે. ત્યારે હવે ભારતમાં પણ મંકીપોક્સની એન્ટ્રી થઈ હોવાના અણસાર મળી રહ્યા છે. ડોક્ટર્સને શંકા છે કે, કલકત્તાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ભરતી થયેલા એક વિદ્યાર્થી મંકીપોક્સથી સંક્રમિત છે. આ વિદ્યાર્થી થોડા દિવસ પહેલા જ એક યુરોપિય દેશમાંથી પાછો આવ્યો છે. વિદ્યાર્થી પશ્ચિમ બંગાળના વેસ્ટ મિદનાપુર જિલ્લાનો રહેવાસી છે. વિદ્યાર્થીના શરીર પર મંકીપોક્સના અમુક લક્ષણો દેખાઈ રહ્યા છે.
- Advertisement -
યુવકના શરીર પર દાણા ઉભરી આવ્યા છે અને હળવી ફોલ્લીઓ પડી ગઈ છે. મંકીપોક્સના સંદીગ્ધ લક્ષણો જોયા બાદ વિદ્યાર્થીને હોસ્પિટલમાં ભરતી કરવામા આવ્યો છે. આ વિદ્યાર્થીને આઈસોલેટ કરવામાં આવ્યો છે. જેને આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે.
તપાસ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર એક વ્યક્તિના સેમ્પલને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. વિદ્યાર્થી વિદેશથી આવ્યો છે એટલા માટે તેના પર શંકા જાય છે. સ્વાસ્થ્ય વિભાગે સંક્રમણની આશંકા બાદ એક્ટિવ મોડમાં આવ્યું છે. વિદ્યાર્થીના બ્લડ સેમ્પલ મોકલી દેવામાં આવ્યા છે. શરૂઆતી લક્ષણો તેનામાં જોવા મળે છે.
શું છે મંકીપોક્સના લક્ષણો
- Advertisement -
મોટા ભાગે આ રોગમાં તાવ, ચામડી પર દાણા, અને સોજા જેવા લક્ષણો જોવા મળે છે. કેટલીય વાર શરૂરમાં દુખાવો અને ચામડી પર ફોલ્લી જોવા મળે છએ. શરીર પર લાલ ચકામા પણ પડી જાય છે. મોટા ભાગના કેસોમાં દર્દી કોઈ પણ સારવાર વગર ઠીક થઈ જાય છે.