AAPમાંથી પક્ષપલટો કરીને ફરીવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કોંગ્રેસમાં રિએન્ટ્રી મારતા કોંગ્રેસે AAP અને ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, ‘AAPને મળતા ફંડની તપાસ થવી જોઇએ.’
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી ગઇકાલે AAPએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઇસુદાન ગઢવીનું નામ જાહેર કરતાની સાથે જ AAPથી નારાજ થતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ AAPનો સાથ છોડી ફરીવાર કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. ત્યારે કોંગ્રેસે પત્રકાર પરિષદ કરીને મોટો ખુલાસો કર્યો છે.
- Advertisement -
ચાર્ટર પ્લેનથી કરોડો રૂપિયાની હેરાફેરી થઇ રહી છે, AAPને મળતા ફંડની તપાસ જરૂરી: કોગ્રેસ
કોંગ્રેસે પત્રકાર પરિષદ સંબોધતા ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, ‘AAPના ઉમેદવાર કમલમથી નક્કી થાય છે. ચાર્ટર પ્લેનથી કરોડો રૂપિયાની હેરાફેરી થઇ રહી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુની નજરની સામે જ પંજાબના વિમાનથી કરોડો રૂપિયા આવ્યા. AAPને મળતા ફંડની તપાસ થવી જોઇએ. ચાર્ટર્ડ પ્લેનથી પૈસાની હેરફેર થઈ રહી છે. મોટા-મોટા થેલામાં ભરીને પૈસા આવ્યા હતા. કેજરીવાલ અને ભગવંત માન બંને તેમની પાસે પૈસા લઈને આવ્યા હતા. ભાજપ અને આપ વચ્ચે જુગલબંધી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટી ભાજપની મદદ કરી રહી છે.’
જેમ ભાજપ લોકોને મૂર્ખ બનાવે છે તેમ AAP પણ મૂર્ખ બનાવે છે: ઇન્દ્રનીલ રાજ્યગુરૂ
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, ઇસુદાન ગઢવીને AAPના સીએમ પદના ચહેરા તરીકે જાહેર કરાતા જ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ AAPનું ઝાડું છોડી કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. ત્યારે ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. મહત્વનું છે કે, ઇન્દ્રનીલ રાજયગુરૂએ અપ્રિલમાં જ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે એકવાર ફરી AAPનો સાથ છોડી તેઓ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. ત્યારે કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે AAP પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ‘મારા પિતાના સમયથી અમે કોંગ્રેસમાં જોડાયેલા છીએ અને મારા પરિવારજનો પણ મારા કોંગ્રેસ છોડવાના નિર્ણયથી સહમત ન હતા. જેમ ભાજપ લોકોને મુર્ખ બનાવે છે તેમ AAP પણ મુર્ખ બનાવે છે અને ભાજપની બી ટીમ તરીકે જેમ કામ કરતા હોય તેવું AAPમાં લાગ્યુ છે તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતની જનતા જાણે છે કે હું ખેસ ન પહેરુ છતા પંજાની સાથે જ હતો તેમજ ભાજપ બાજુ મે ક્યારેય વળીને જોયુ નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ હંમેશા દેશને આગળ રાખીને પક્ષને પાછળ રાખે છે.’