સંતાનો સામે બદલો લેતાં અને સંતાનો માટે ધિંગાણે ચઢતાં માતાપિતાઓની ફિલ્મો મધર ઈન્ડિયા ના જમાનાથી બનતી આવી છે. અલબત્ત, તેમાં સીધી સાદી બદલાની કથાઓ વધુ રહી છે પરંતુ નેટફલિક્સ પર મૂકાયેલી માઈ વેબસિરિઝ એથી થોડી અલગ અવશ્ય પડે છે અને એ છે, ઘૂંટાતું રહસ્ય. ડોકટર નહીં બની શકેલી પણ બિમાર લોકોની સેનેટોરિયમ વિદ્યાસદન માં દેખભાળ અને સારવાર કરતી શીલ ચૌધરી (સાક્ષ્ાી તન્વર) એ પતિ યશની ઈચ્છાને માન આપીને પોતાનો પુત્ર જેઠ-જેઠાણીને દત્તક આપી દીધો છે. ડોકટરીનું ભણી રહેલી યુવાન દીકરી સુપ્રિયા ચૌધરી જો કે બોલી શક્તી નથી. બે વરસની ઉંમરે જ થયેલા અકસ્માતમાં સુપ્રિયાના વોકલ કોડ ડેમેજ થઈ જતાં એ માત્ર સાઈન લેંગ્વેજમાં વાત કરી શકે છે પણ…
આજકાલ ઉદાસ રહેતી દીકરી સુપ્રિયા ચિડીયાપણાંને કારણે નાનાભાઈને તમાચો મારી દે છે ત્યારે માતા-પુત્રી વચ્ચે નિ:શબ્દ તકરાર થઈ જાય છે અને મનોમન વલોવાતી દીકરી સુપ્રિયા ઘરની બહાર નીકળી જાય છે. માતા શીલ ચૌધરી તેને રોક્વા, મનની મૂંઝવણ જાણવા તેની પાછળ દોડીને તેને અટકાવે છે. માતાને જવાબ દેવા માટે ઉભી રહી ગયેલી સુપ્રિયા હાથના ઈશારા કે આંખોથી કશું કહે એ પહેલાં… એક ટેમ્પો ટ્રકની હડફેટે ચઢી જઈને મૃત્યુ પામે છે
દેખીતો અકસ્માત લાગતાં આ બનાવ પછી પકડાય ગયેલાં ટેમ્પો ડ્રાઈવરની શિનાખ્ત કરવા શીલ ચૌધરી પોલીસ સ્ટેશને જાય છે પણ ત્યારે કશુંક એવું બને છે કે…
પોતાની દીકરીનું મૃત્યુ અકસ્માતમાં નથી થયું પણ તેની (સકારણ અકસ્માત કરીને) હત્યા કરવામાં આવી છે એવો અણસારો માતાને મળે છે અને એ પોતે દીકરીની હત્યા યા મૃત્યુ પાછળનું સાચું કારણ જાણવાનું મનોબળ મક્કમ કરી લે છે અને એકલપંડે એક પછી એક સત્યો તેની સામે આવતાં રહે છે. શીલ ચૌધરીના હાથે (ક્યારેક અજાણતાં તો ક્યારેય જાણી જોઈને) હત્યા પણ થાય છે.
માઈ સિરિઝના બીજા જ એપિસોડથી એ તો સ્પષ્ટ થઈ જાય છે કે મૂંગી (દિવ્યાંગ) સુપ્રિયાની હત્યા કરવામાં આવી છે અને તેની પાછળના કારણો પણ ઉઘાડ પામે છે… પરંતુ માતા શીલ ચૌધરી એ જાણવા માંગે છે કે દીકરીને કચડી નાખવાનો હૂકમ કોણે આપ્યો હોય છે અને અંત સાબિત કરે છે કે માઈ વેબસિરિઝની બીજી સિઝન બનાવવાની એક મજબુત બારી સિરિઝ-મેકરોએ ખૂલ્લી રાખી છે. દેખીતી રીતે માઈ આપણને એક સોશ્યલ થ્રિલર યા મર્ડર મિસ્ટ્રરી લાગે પણ પાંચ-પાંચ લેખકોએ (અતુલ મોંગિયા, સૃષ્ટિ રિંડાણી, તમાલ સેન, વિશ્રૃત સીંધ અને અમિતા વ્યાસ) તેને મા વિરૂદ્ઘ ગેંગસ્ટર નો શેઈપ આપી દીધો છે. ઘણી બાબતો અને માતા શીલ ચૌધરીના પરાક્રમો ગળે ઉતરે એવા નથી છતાં લેખકોની એ કુશળતા છે કે, દર્શક સતત ઈંતેજારીમાં રહે છે. ડોકટરનું ભણી ચૂકેલી માતા કંઈ લાત, મુક્કા કે પિસ્તોલથી બદલો ન જ લે, એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને માતાનો બદલો લેવાનો કે સચ્ચાઈ જાણવાનો તરીકો બિલકુલ ખટક્તો નથી. શીલ ચૌધરીની અંદર એક મા અને સ્ત્રીનું મુલાયમ કાળજું છે, એ પણ સુપેરે દેખાડવામાં આવ્યું છે અને તેમાં શીલ ચૌધરી તરીકે સાક્ષ્ાી તન્વરનો અભિનય એકદમ પરફેકટ છે.
અતુલ મોંગિયા અને અંશાઈ લાલે ડિરેકટ કરેલી માઈ સિરિઝમાં લાંબા અંતરાલ પછી ઈલુ ઈલુ (સૌદાગર) ફિલ્મ વિવેક મુશરાન પતિ તરીકે જોવા મળે છે અને એક સપનાં વિહોણાં યા હાફી ચૂકેલાં પતિ તરીકે તેણે ઉમદા કામ ર્ક્યું છે. મૂંગી દિકરી સુપ્રિયા તરીકે વામિકા ગાબ્બી, રાયમા સેન, પ્રશાંત નારાયણ પણ રાઈટ ચોઈસ છે. સીમા ભાર્ગવ (મનોજ પાહવાના અભિનેત્રી પત્ની) જેવા ઉમદા અભિનેત્રીનો વધુ ઉપયોગ થયો હોત તો ચોક્કસ સિરિઝને ફાયદો થાત. ઓવરઓલ, માઈ વેબસિરિઝ બે કારણોસર જોવા જેવી છે. એક, સાક્ષ્ાી તન્વરના નૈસર્ગિક અભિનય માટે અને બે, એક અલગ ક્સિમના રિવેન્જ થ્રિલરની ભૂખ સંતોષવા માટે.
- Advertisement -
અતિશયોક્તિ ધરાવતી માઈ વેબસિરિઝમાં એક માતા વ્હાઈટ કોલર માફિયાઓ સામે બદલો લે છે
આજકાલ ઉદાસ રહેતી દીકરી સુપ્રિયા ચિડીયાપણાંને કારણે નાનાભાઈને તમાચો મારી દે છે ત્યારે માતા-પુત્રી વચ્ચે નિ:શબ્દ તકરાર થઈ જાય છે અને મનોમન વલોવાતી દીકરી સુપ્રિયા ઘરની બહાર નીકળી જાય છે. માતા શીલ ચૌધરી તેને રોક્વા, મનની મૂંઝવણ જાણવા તેની પાછળ દોડીને તેને અટકાવે છે. માતાને જવાબ દેવા માટે ઉભી રહી ગયેલી સુપ્રિયા હાથના ઈશારા કે આંખોથી કશું કહે એ પહેલાં… એક ટેમ્પો ટ્રકની હડફેટે ચઢી જઈને મૃત્યુ પામે છે.
દેખીતો અકસ્માત લાગતાં આ બનાવ પછી પકડાય ગયેલાં ટેમ્પો ડ્રાઈવરની શિનાખ્ત કરવા શીલ ચૌધરી પોલીસ સ્ટેશને જાય છે પણ ત્યારે કશુંક એવું બને છે કે…
પોતાની દીકરીનું મૃત્યુ અકસ્માતમાં નથી થયું પણ તેની (સકારણ અકસ્માત કરીને) હત્યા કરવામાં આવી છે એવો અણસારો માતાને મળે છે અને એ પોતે દીકરીની હત્યા યા મૃત્યુ પાછળનું સાચું કારણ જાણવાનું મનોબળ મક્કમ કરી લે છે અને એકલપંડે એક પછી એક સત્યો તેની સામે આવતાં રહે છે. શીલ ચૌધરીના હાથે (ક્યારેક અજાણતાં તો ક્યારેય જાણી જોઈને) હત્યા પણ થાય છે. માઈ સિરિઝના બીજા જ એપિસોડથી એ તો સ્પષ્ટ થઈ જાય છે કે મૂંગી (દિવ્યાંગ) સુપ્રિયાની હત્યા કરવામાં આવી છે અને તેની પાછળના કારણો પણ ઉઘાડ પામે છે… પરંતુ માતા શીલ ચૌધરી એ જાણવા માંગે છે કે દીકરીને કચડી નાખવાનો હૂકમ કોણે આપ્યો હોય છે અને અંત સાબિત કરે છે કે માઈ વેબસિરિઝની બીજી સિઝન બનાવવાની એક મજબુત બારી સિરિઝ-મેકરોએ ખૂલ્લી રાખી છે. દેખીતી રીતે માઈ આપણને એક સોશ્યલ થ્રિલર યા મર્ડર મિસ્ટ્રરી લાગે પણ પાંચ-પાંચ લેખકોએ (અતુલ મોંગિયા, સૃષ્ટિ રિંડાણી, તમાલ સેન, વિશ્રૃત સીંધ અને અમિતા વ્યાસ) તેને મા વિરૂદ્ઘ ગેંગસ્ટર નો શેઈપ આપી દીધો છે. ઘણી બાબતો અને માતા શીલ ચૌધરીના પરાક્રમો ગળે ઉતરે એવા નથી છતાં લેખકોની એ કુશળતા છે કે, દર્શક સતત ઈંતેજારીમાં રહે છે. ડોકટરનું ભણી ચૂકેલી માતા કંઈ લાત, મુક્કા કે પિસ્તોલથી બદલો ન જ લે, એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને માતાનો બદલો લેવાનો કે સચ્ચાઈ જાણવાનો તરીકો બિલકુલ ખટક્તો નથી. શીલ ચૌધરીની અંદર એક મા અને સ્ત્રીનું મુલાયમ કાળજું છે, એ પણ સુપેરે દેખાડવામાં આવ્યું છે અને તેમાં શીલ ચૌધરી તરીકે સાક્ષ્ાી તન્વરનો અભિનય એકદમ પરફેકટ છે.
અતુલ મોંગિયા અને અંશાઈ લાલે ડિરેકટ કરેલી માઈ સિરિઝમાં લાંબા અંતરાલ પછી ઈલુ ઈલુ (સૌદાગર) ફિલ્મ વિવેક મુશરાન પતિ તરીકે જોવા મળે છે અને એક સપનાં વિહોણાં યા હાફી ચૂકેલાં પતિ તરીકે તેણે ઉમદા કામ ર્ક્યું છે. મૂંગી દિકરી સુપ્રિયા તરીકે વામિકા ગાબ્બી, રાયમા સેન, પ્રશાંત નારાયણ પણ રાઈટ ચોઈસ છે. સીમા ભાર્ગવ (મનોજ પાહવાના અભિનેત્રી પત્ની) જેવા ઉમદા અભિનેત્રીનો વધુ ઉપયોગ થયો હોત તો ચોક્કસ સિરિઝને ફાયદો થાત. ઓવરઓલ, માઈ વેબસિરિઝ બે કારણોસર જોવા જેવી છે. એક, સાક્ષ્ાી તન્વરના નૈસર્ગિક અભિનય માટે અને બે, એક અલગ ક્સિમના રિવેન્જ થ્રિલરની ભૂખ સંતોષવા માટે.
વિક્રમ, કૈથી અને થ્રિલર રાઈડ
- Advertisement -
કમલ હાસનની કચરો ફિલ્મ પણ તમે અમિતાભ બચ્ચનની ઠીકઠાક ફિલ્મોની પેરેલલ મૂકી શકો- આ વિધાનમાં અમિતાભ બચ્ચનનું અવમૂલ્યન આપણે નથી કરતાં પણ કમલ હાસનની અભિનય ક્ષ્ામતાની પ્રશંસા કરીએ છીએ. કમલ હાસન નિશંકપણે આપણા સૌથી ઉમદા અને છતાં લોકપ્રિય કલાકાર છે અને લાંબા અંતરાલ પછી એમની વિક્રમ : હિટ લિસ્ટ ફિલ્મ સિલ્વર સ્ક્રીન પર આવી છે. વિક્રમમાં તો પાછો વિજય સેતુપથી અને ફહદ ફાસીલના અભિનયનો તડકો છે. ફિલ્મ આમ તો એક દેશ માટે કામ કરતાં ગુપ્તચર એજન્ટ વિક્રમની કથા છે પણ રત્નાકુમાર અને લોકેશ કનગરાજે વાર્તા એવી ગૂંથી છે કે દર્શકનો જીવ સતત તાળવે ચોંટેલો રહે છે અને ફિલ્મ ધસમસતી આગળ વધે છે… વિક્રમ ઓલરેડી, બોક્સ ઓફિસ પર વિક્રમસર્જક બિઝનેસ કરી રહી છે એટલે ન જોઈ હોય તો પણ તમારે એ જોવી ફરજિયાત છે, એવું કમલ હાસનના પ્રશંસક તરીકે અમારું માનવું છે. ભલે, એ ઓટીટી પ્લેટફોર્મ પર મૂકાય ત્યારે તમે જૂઓ. ચોઈસ ઈઝ યોર્સ. પરંતુ વિક્રમ ની શરૂઆતની દશ જ મિનિટમાં કરન (કમલ હાસન)ની હત્યા થઈ જાય છે એટલે… એ ભેદભરમ તમને જકડી રાખશે, એ નક્કી.
બેશક, વિક્રમ એક શાનદાર થ્રિલર (અભિનયના મેળવણ સાથેની) ફિલ્મ બની છે, એનો સઘળો જશ તો તેમના ડિરેકટર લોકેશ કનગરાજને આપવો પડે. આ માણસ ગજબનાક શૈલીથી ફિલ્મો બનાવે છે. વિક્રમ પહેલાં તેણે બનાવેલી કૈથી પણ આવી દિલધડક ફિલ્મ હતી. લોકેશે વિક્રમ માં કૈથી નું કનેકશન કાઢયું છે એટલે (જો) હજુ વિક્રમ ન જોઈ હોય તો પહેલાં કૈથી જોવાની ભલામણ છે. આ ફિલ્મ હિન્દીમાં યુ-ટયુબ પર અવેલેબલ છે. અત્યાર સુધીમાં (થલપતિ વિજય અને વિજય સેતુપણી સાથે માસ્ટર સહિત) આઠ ફિલ્મો બનાવી ચૂકેલાં લોકેશ કનગરાજની થ્રિલર બનાવવામાં માસ્ટરી છે. તેની શૈલી અલગ છે. જુદા જુદા પાત્રોને એક કડીમાં જોડવાની કળા કૈથીમાં અભુત રીતે દર્શાવાઈ છે તો માનાગરમ (હિન્દીમાં દાદાગિરી-ટૂ) માં ચાર અલગ-અલગ યુવાનોની કથાને તેમણે એક તાંતણે બાંધી છે. વિક્રમની જેમ આ ફિલ્મો પણ જોવાનું મન થયા વગર રહેશે નહીં, જો તમે થ્રિલર પ્રેમી દર્શક હશો તો.