ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રીય ઉચ્ચત્તર શિક્ષા અભિયાન એટલે કે આર.યુ.એસ.એ.એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સંસ્થાઓને ભંડોળ પૂરું પાડવા માટેની કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના હતી જેનો પ્રથમ તબક્કો 2013 અને બીજો તબક્કો 2018માં શરૂ કરવામાં આવ્યો હતો. હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અનુસંધાને ઋષા યોજના ને પ્રધાનમંત્રી ઉચ્ચત્તર શિક્ષા અભિયાન એટલે કે પી.એમ.-યુએસએચએ નવા નામ અને નવા પ્રાવધાન સાથે શરૂ કરવામાં આવી છે.
આ યોજનાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જમ્મુથી લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ યોજના રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારી અને સરકારી સહાય મેળવતી યુનિવર્સિટીઓને આવરી લે છે. દેશમાં કુલ 422 રાજ્ય યુનિવર્સિટીઓ છે. એમાંથી 26 યુનિવર્સિટીને એમઈઆરયુ એટલે કે મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી હેઠળ સો-સો કરોડ રૂપિયાનું અનુદાન મળ્યું છે. જેમાં આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પણ સમાવેશ થવો એ આપણા માટે ગૌરવની વાત છે. આ યોજનાનો હેતુ યુનિવર્સિટી કક્ષાએ વિવિધ વિદ્યા ક્ષેત્રોમાં સમાયોજન સાથે શિક્ષણ અને સંશોધનના કાર્યને બળ પૂરું પાડી યુનિવર્સિટીને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન અપાવવાનો છે. એને માટે જરૂરી માળખાગત સુવિધાઓ, વૈજ્ઞાનિક સાધનો, મટીરીયલ, માનવ સંસાધન જેવી સુવિધાઓમાં મહત્તમ વધારો કરી ઉપરોક્ત હેતુને સર કરવા માટે યુનિવર્સિટીઓને સક્ષમ બનાવવાનો છે.
કેન્દ્ર સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં ઓગસ્ટ 2023માં એમઈઆરયુ એટલે કે મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી તેમજ જઝછઊગૠઝઇંઊગઈંગૠ ઝઇંઊ ઞગઈંટઊછજઈંઝઢ એમ બે યોજના હેઠળ વિવિધ યુનિવર્સિટી પાસેથી દરખાસ્ત આમંત્રિત કરવામાં આવી હતી જેના અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ બંને યોજના માટે અલગ અલગ દરખાસ્ત કેન્દ્ર સરકારમાં જમા કરાવેલી હતી. પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડની સ્ક્રુટીની પછી આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મેરુ યોજના અંતર્ગત સો-સો કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ મંજૂર થઈ છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં અત્યાર સુધીમાં મંજૂર થયેલી સૌથી મોટી ગ્રાન્ટ છે. આ ડિજિટલી લોન્ચિંગમાં ઉપસ્થિત સંસદસભ્ય રામભાઈ મોકરીયા તથા મોહનભાઈ કુંડારિયા તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘચાલકજી મુકેશભાઈ મલકાણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવે તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને આ યોજનાને સંસદસભ્ય રામભાઈ મોકરીયા તથા મોહનભાઈ કુંડારિયાએ આવકારી છે.