સોરઠિયાવાડીથી કોઠારિયા વિસ્તારમાં 25 ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગના દરોડા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના સોરઠીયાવાડીથી કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 25 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં 3 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના તેમજ ખાદ્ય ચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી તથા સરદારનગર વેસ્ટ શેરી નં-4, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ મુકામે આવેલ નરેશભાઇ લીલારામ ભંભલાણીની માલિકી પેઢી મોહિની સીઝન સ્ટોર્સની સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ પેઢીમાં વિવિધ પ્રકારની ચીકી, વિવિધ ફ્લેવરના શરબત તથા સીરપ વગેરેનું ઉત્પાદન કરી અન્ય વેપારીઓને હોલસેલ વેચાણ કરતાં હતા. તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલ વિવિધ ફ્લેવરના શરબત, સીરપ (750 એમએલ)ની બોટલ નંગ કુલ – 458 ચકાસતા સદર બોટલો જથ્થો એકપાયરી થયેલો મળી આવ્યો હતો. તેના પર લગાડેલ એકપાયરી ડેટવાળું લેબલ દૂર કરી લેબલમાં છેડછાડ કરતાં હોવાનું પેઢીના માલિકે સ્વીકાર્યું હતું. કુલ મળીને આશરે 343 લીટર શરબત, સીરપનો (બોટલમાં ભરેલ) જથ્થો સ્થળ પર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ સ્થળ પરથી ઓરેન્જ ફ્લેવર સીરપ તથા કાળા તલની ચીકીના નમૂના લેવામાં આવ્યા હતા.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના સોરઠીયાવાડીથી કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલા કિશન પ્રોવિઝન સ્ટોર, જય અંબે પાણીપૂરી, વહી ઉસ્તાદ ભૂંગળા બટેટાને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા હંગામાં કેન્ડી, શિવ આઇસ્ક્રીમ, રામેશ્ર્વર બેકરી, આર. બી. ફાસ્ટફૂડ, જય ભવાની શીંગ, ગોકુલ ડેરી, જય યોગેશ્ર્વર ડેરી ફાર્મ, પટેલ ફરસાણ, અશોક વિજય ડેરી ફાર્મ, સિલ્વર બેકરી, મુરલીધર ફરસાણ, રામનાથ દાબેલી, ડાયમંડ શીંગ, અતુલ આઇસ્ક્રીમ, શિવમ ફ્રૂટ ડ્રાયફ્રૂટસ, સપના કોલ્ડ્રિંક્સ, મોન્જીનીસ શોપ, સદ્ગુરુ જયુશ, નકલંક ડેરી ફાર્મ, જોકર ગાંઠિયા, પટેલ ગાંઠિયા, જોગી ગાંઠિયાની ચકાસણી કરવામાં આવી હતી તેમજ મોહિની સીઝન સ્ટોર્સ, હાશ મગફળી ચીકી, હાશ તલ ચીકી, મનમોજી ચીકી, સંગમ ચીકી વગેરેના નમૂના લેવામાં આવ્યા હતા.