પયંગબર મહોમ્મદ વિશએના નિવેદનના વિવાદના પગલે ભાજપના દિલ્હી પ્રવક્તા નૂપુર શર્માએ કરેલી ટિપ્પણીને લઇને ખાડી અને મુસ્લિમ દેશોએ ભારતનો વિરોધ કરી રહ્યા છે. કેટલાય દેશોએ આ બાબતે ભઆરતીય રાજદુતને સમન્સ મોકલ્યું હતુ. આ વિવાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર વધતા ભાજપે નૂપુર શર્મા અને દિલ્હીના મીડિયા પ્રવક્તા નવીન જિંદાલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો હતા. આ વિવાદની વચ્ચે ઇરાનના વિદેશ મંત્રી હુસૈન આમિર અબદુલ્લાહ ભારતના પ્રવાસે આવ્યા હતી. જ્યાં તેમણે ભારતના વિદેશ મંત્રીની સાથે-સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી.
ઇરાનના વિદેશમંત્રીએ ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર અને એનએસઇ અજીત ડોભાલ સાથે મુલાકાત કર્યો પછી અરાનના વિદેશ મંત્રઆલયની તરફથી એક પ્રેસ નોટ બહાર પાડી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, આ મુલાકાત સમયે કેટલુંય થયું. જો કે, પ્રેસ નોટ જાહેર કર્યા પછી તેમણે પ્રેસ નોટમાંથી કેટલીક વાતોને હટાવી દીધી. આ વાતની જાણકારી સામે આવતા લોકો એ જાણવા માગે છે કે એ પ્રેસનોટમાં એવું શું હતુ કે ડિલીટ કરવામાં આવ્યું.
- Advertisement -
મીડિયા રિપોર્ટ અનુસાર, આ વિવાદને લઇને ઇરાનના વિદેશ મંત્રીના પ્રશ્નો પર અજીત ડોભાલને જણાવ્યું કે, દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તેમણે ઇરાનના વિદેશ મંત્રીને આશ્વાસન આપ્યું કે, ભારત બધા ધર્મોનો આદર કરતો દેશ છે. આ મુલાકાત સમયે વિદંશ મંત્રાલયની વેબસાઇટ પર વાતચીતને સંબંધી નિવેદનો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. પરંતુ, ત્યાર પછી આ નિવેદન પરની પ્રેસ નોટના કેટલીક વાતોને કાઢી નાખવામાં આવી હતી.
આ પ્રેસ નોટમાં લખવામાં આવ્યું હતુ કે, સબક શિખવાવામાં આવશે. ઇરાનના નિવેદનમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વિદેશ મંત્રી હુસાનએ મીટિંગ દરમ્યાન અજીત ડોભાલની તરફથી જણાવવામાં આવ્યું હતુ કે, લોકો પૈગંબરની સામે વિવાસ્પદ ટિપ્પણી કરે છે. તેમને સબક શિખવવામાં આવશે. જો કે આ લાઇનનો ઇરાનના વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર કોઇ ઉલ્લેખ નથી.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, ગુરૂવારના રોજ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરવિંદ બાગચીએ પ્રેસ કોન્ફરન્સમાં ક્હ્યું હતુ કે, અમે સંપૂર્ણ રીતે આ વાતને સ્પષ્ટ કરીએ છિએ કે, આવી ટિકા, ટિપ્પણી કે ટ્વિટ સરકાર તરફથી પ્રસારિત કરવામાં આવી નથી. એવામાં આવી ટ્વિટ કે ટિપ્પણી કરનાર સામે સંબંધિત પક્ષ કાર્યવાહી કરશે. તે સિવાય મારી પાસે કોઇ જાણકારી નથી.
બીજી તરફ ઇરાનના વિદેશ મંત્રી હુસૈન આમિર અબદુલ્લાહએ મિટિંગ પછી કરેલા ટ્વિટમાં જણાવ્યું હતુ કે, અમારી દ્વિપક્ષીય રણનીતિની વાર્તાને આગળ વધારવા માટે પીએમ મોદી, એફ.એમ.જયશંકર અને બીજા ભારતીય અધિકારીઓને મળીને ખુશી મળી. તેહરાન અને નવી દિલ્હી ઇશ્વરીય ઘર્મો અને ઇસ્લામી પવિત્રતાઓનું સમ્માન કરવું અને વિભાજનકારી નિવેદનોથી બચવા માટેની આવશ્યકતા માટે સહમત છીએ.