વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલમ 370 રદ કર્યા બાદ પ્રથમ વખત શ્રીનગરની મુલાકાત માટે જઇ રહ્યા છે. ભાજપને એવી આશા છે કે મોદીની રેલીમાં એક લાખ લોકો જોડાઇ શકે છે. સાતમી માર્ચે મોદી શ્રીનગરમાં બક્ષી સ્ટેડિયમમાં રેલીને સંબોધશે. ભાજપના જમ્મુ કાશ્મીરના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે મીડિયાને જણાવ્યું હતું કે મોદીની રેલીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને અમે બેઠક યોજી હતી. અમને આશા છે કે આ મેગા રેલીમાં જમ્મુ કાશ્મીરના એક લાખથી વધુ લોકો જોડાશે. જ્યારે ભાજપના નેતા અને કાશ્મીરના ઇન્ચાર્જ સુનિલ શર્માએ કહ્યું હતું કે આ એક વિશાળ રેલી હશે, અમે બેઠકમાં તમામ જિલ્લાના પ્રમુખ અને નેતાઓને સામેલ કર્યા હતા. બેઠકમાં રેલીમાં આવનારા લોકોની સંખ્યા પર ચર્ચા કરવામાં આવી હતી. કાશ્મીરના ગરીબો, મહિલાઓ સહિત તમામ નાગરિકોનો મોદી પરનો વિશ્વાસ વધ્યો છે. વડાપ્રધાન મોદીની રેલીમાં આ વિશ્વાસ જોવા મળશે.
7મીએ શ્રીનગરમાં મોદીની રેલી, 370 રદ થયા બાદ પ્રથમ મુલાકાત
Follow US
Find US on Social Medias