ગ્લોબલ લીડર એપ્રુવલ રેટીંગમાં ભારતના વડાપ્રધાન મોદી ફરી ટોપ પર છે. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સહિત અન્ય મોટા વિશ્વ નેતાઓને ખૂબ જ પાછળ રાખી દીધા છે.
ભારતના વડાપ્રધાન મોદી 78 ટકા એપ્રુવલ રેટીંગ સાથે વૈશ્વિક લોકપ્રિયતામાં વિશ્વ નેતાઓમાં સૌથી અવ્વલ છે. ઉલ્લેખનીય છે કે મોર્નીંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલીજન્સ વર્તમાનમાં ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રીયા, બેલ્જીયમ, બ્રાઝીલ, કેનેડા, ચેક વગેરે ઉપરાંત અમેરિકાના સરકારી નેતાઓ અનમોહન પર નજર રાખી રહ્યા છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, હાલનું ગ્લોબલ એપ્રુવલ રેટીંગ્સ દુનિયાભરમાંથી 10થી16 મે દરમિયાન એકત્ર કરવામાં આવેલ નવીનતમ આંકડા આધારિત છે. આ રેટીંગમાં ભારતના વડાપ્રધાન મોદીને 78 ટકા, સ્વીટઝર્લેન્ડના નેતા એલેન બર્સેટને 62 ટકા, મેકસીકોના નેતા એન્ડ્રેઝ મેન્યુઅલ લોપેઝ ઓબ્રેડોરને 62 ટકા, ઓસ્ટ્રેલિયાના નેતા એન્થોની અલ્બાનેઝને 53 ટકા, ઈટલીના નેતા જયોર્જિયા મેલોનીને 49 ટકા રેટીંગ મળ્યા છે.