સતત બીજા દિવસે PM મોદીનો રોડ શો: ચિલોડાથી દહેગામ સુધી રોડ શો યોજાયો, મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા, મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું
ચિલોડાથી દહેગામ સુધી રોડ શો યોજાયો, PM મોદીની એક ઝલક માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
નેશનલ લો, ફોરેન્સિક સાયન્સ અને રક્ષાશક્તિ આ ત્રણેય યુનિવર્સિટી એકસુત્રતાથી કામ કરે તો ધાર્યું પરિણામ મળી શકે : વડાપ્રધાન
- Advertisement -
રક્ષાક્ષેત્રમાં વેલ ટ્રેઈન્ડ દેશને મેનપાવરની માગ : PM મોદી
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સતત બીજા દિવસે મેગા રોડ શો યોજાયો હતો. ચિલોડાથી દેહગામ સુધી યોજાયેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. દોઢ કલાકના રોડ શો બાદ નરેન્દ્ર મોદી લવાડ ખાતે રાષ્ટ્રિય રક્ષા શક્તિ યુનિવર્સિટી પહોંચ્યા હતા, જ્યાં તેના નવા સંકુલનું લોકાર્પણ કર્યું છે અને પદવીદાન સમારોહમાં હાજરી આપી છે.
- Advertisement -
સમગ્ર વિશ્વમાં એકમાત્ર ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રિય રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાશે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, રાષ્ટ્રિય રક્ષાશક્તિ યુનિવર્સિટી દેશભરમાં રક્ષાના ક્ષેત્રમાં જે પોતાની કારકિર્દી બનાવવા માગે છે, રક્ષાનું ક્ષેત્ર માત્ર યુનિફોર્મ અને દંડાનું નથી આ વિસ્તૃત ક્ષેત્ર છે. તેમાં વેલ ટ્રેઇન્ડ મેનપાવર સમયની માગ છે.

આખા વિશ્વમાં માત્ર ગાંધીનગર એકમાત્રમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આવેલી છે. મોદીએ વધુમાં જણાવ્યું છેકે, આજના સમયામાં ક્રાઇમ ડિટેક્શન માટે ટેક્નોલોજી મદદરૂપ થઇ રહી છે. તેવા સંજોગોમાં યોગ્ય લોકો પાસે યોગ્ય હથિયાર અને ટ્રેનિંગની જરૂર છે. તમે કેટલાક કેસ સ્ટડી પણ ભણતા હશો. જેમાં ટેક્નોલોજીની મદદથી કેસ ઉકેલાયા છે. માત્ર પરેડ એ રક્ષાક્ષેત્રનું કામ નથી. તેટલું નહીં દિવ્યાંગ ભાઇ-બહેન રક્ષાશક્તિ ટ્રેનિંગ મેળવે તો રક્ષા ક્ષેત્રે મોટું યોગદાન આપી શકે તેમ છે. આખા વિશ્વમાં ફોરેન્સિક સાયન્સ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાંય નથી અને છે તો તે માત્ર ભારતમાં અને એ પણ ગાંધીનગરમાં છે. નેશનલ લો યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ અને રક્ષાશક્તિ યુનિવર્સિટી આ ત્રણેય યુનિવર્સિટી સાયલોમાં-એક સુત્રતાથી કામ કરે તો ધાર્યું પરિણામ મળી શકે છે. ગુનેગારોનું માનસિક અધ્યયન થવું જોઇએ કે જે જેલનો પણ માહોલ બદલવામાં કામ કરી શકે અને ગુનેગાર જેલમાંથી પણ સારો માણસ બનીને બહાર નીકળે.
સાંજે PM મોદી ખેલ મહાકુંભનું ઉદ્દઘાટન કરશે
ખેલ મહાકુંભ 2022નો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6.30 વાગ્યે પ્રારંભ કરાવવાના છે. અલગ અલગ જિલ્લામાંથી સ્કૂલના વિદ્યાર્થીઓને ખેલ મહાકુંભના કાર્યક્રમમાં લાવવામાં આવ્યા છે. પાટણ જિલ્લાના અલગ-અલગ શહેરના વિદ્યાર્થીઓ એક વાગ્યાની આસપાસ સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચી ગયા હતા. 2 વાગ્યા બાદ વિદ્યાર્થીઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. બીજી તરફ ગૃહરાજ્યમંત્રી અને રમતગમતમંત્રી હર્ષ સંઘવી પણ સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચ્યા છે.

વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તમામને સિક્યોરિટી ચેકિંગ કરીને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જોકે અંદર પાણીની બોટલ લઇ જવાની મનાઈ હોવાથી જે પાણીની બોટલ સાથે લઈને આવ્યા હોય તેઓ પાસેથી પાણીની બોટલ લઈ લેવામાં આવી રહી છે. બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની અલગ અલગ સ્કૂલોના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભના કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન બાદ ખેલ મહાકુંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં 1100 કલાકાર પર્ફોર્મન્સ કરવાના છે.
નવરંગ સર્કલથી તમામ બાળકો ચાલી અને સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચી ગયા છે અને તમામને અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે. સરદાર પટેલ સ્ટેડિયમમાં લોકોની અવરજવર વધતાં સ્ટેડિયમ સર્કલથી તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. નારણપુરા સરદાર પટેલ બાવલા સર્કલથી તેમજ નવરંગ સર્કલથી પણ આવતાં તમામ વાહનોને રોકીને ત્યાં બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યાં છે.


