ફડનવીસ મહારાષ્ટ્રની રાજનીતિના ખલનાયક: રાઉત
મુંબઇ, તા.6:
ફરી એકવાર મોદીની સરકાર બનવા જઇ રહી છે ત્યારે શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે કે, એનડીએની સરકાર વધુ દિવસ નહીં ટકી શકે.આ તકે સંજય રાઉતે મહારાષ્ટ્રના ઉપમુક્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને નિશાને લેતા કહ્યું હતું કે, દેવેન્દ્ર ફડનવીસ મહારાષ્ટ્રની રાજનીતિના ખલનાયક છે. મહારાષ્ટ્રમાં ભાજપનો ખરાબ અંજામ આવ્યો છે.
- Advertisement -
રાજ્યમાં ભાજપને મળેલી કારમી હારની જવાબદારી સ્વીકારી પોતાના પદ પરથી રાજીનામાની વાત કરનાર ફડનવીસની આ વાત પર રાઉતે કહ્યું હતું કે, રાજનીતિમાં આવી નૌટંકી સામાન્ય વાત છે.