પહેલીવાર છે કે મોદીને બહુમતી મેળવવા માટે ક્ષેત્રીય સહયોગીઓના સમર્થનની જરૂર પડી: એબીસી ન્યુઝ
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.10
- Advertisement -
વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળના શપથ ગ્રહણ સમારોહને લઈને પાકિસ્તાની સહીત વિદેશી મીડીયાઓએ પોતાની પ્રતિક્રિયાઓ જણાવી છે. જેમાં તેમણે લખ્યું છે કે ગઠબંધન સરકારમાં નીતિ નિશ્ચિતતા સુનિશ્ચિત કરવામાં મોદીની ક્ષમતાનું પરીક્ષણ થશે.
‘ધી ફાઈનાન્સીયલ ટાઈમ્સ’ એ પોતાના રિપોર્ટમાં લખ્યું- મોદી આઝાદી બાદ જવાહરલાલ નેહરુ બાદ સતત ત્રીજી વાર પીએમ બનનાર ભારતના પ્રથમ નેતા છે, તેમની પાર્ટી ભાજપને ચૂંટણીમાં 63 સીટોનું નુકસાન થયું છે, જે ભારે જીતની ભવિષ્યવાણી કરી રહેલ એકઝીટ પોલની નાટકીય કમી છે. વિશ્લેષકોનો હવાલો બતાવીને કહેવામાં આવ્યું કે, મોદીએ હવે સરકાર ચલાવવા માટે કૂટનીતિક કૌશલ શીખવા પડશે. રાજનીતિક રીતે વિવાદાસ્પદ સુધારા યોજનાઓને ધીમી કરવી પડશે અને ભાજપના હિન્દુ રાષ્ટ્રવાદી લક્ષ્યો પર કાબુ મેળવવો પડશે.
પાકિસ્તાનના જિયો ન્યુઝે પોતાના રિપોર્ટમાં લખ્યું- મોદી સતત ત્રીજી વાર પીએમ બન્યા. ગઠબંધન સાથે તે સતામાં આવ્યા છે. જે તેમની ક્ષમતાની પરીક્ષા લેશે. પાકિસ્તાની અખબાર ‘ડોન’ એ લખ્યું- મોદીને ચોંકાવનારા ચૂંટણી ઝટકા બાદ રવિવારે ત્રીજા કાળ માટે મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા. દુનિયાની સૌથી વધુ વસ્તીવાળા દેશમાં ગઠબંધન સરકારમાં નીતિ નિશ્ચિતતા સુનિશ્ચિત કરવાની તેમની ક્ષમતાનું પરીક્ષણ થશે. યુએસની એબીસી ન્યુઝે લખ્યું- તેમની હિન્દુ રાષ્ટ્રવાદી નીતિથી ભાજપે 2014 અને 2019માં ભારે બહુમતીથી જીત હાંસલ કરી હતી, જયારે હાલની ચૂંટણીમાં પોતાની તાકાત પર બહુમતી મેળવવામાં ભાજપ વિફળ રહ્યું.
આ પહેલીવાર છે કે મોદીના નેતૃત્વમાં ભાજપને સંસદમાં બહુમતી માટે પોતાના ક્ષેત્રીય સહયોગીઓના સમર્થનની જરૂરત પડી. મોદી પર એ નિશ્ચિત કરવાનું દબાણ છે કે ભારતની આર્થિક અસમાનતા ન વધે.