રૂ. 1554 કરોડના ખર્ચે સામખીયાળી-સાંતલપુર વચ્ચે બનનારા સિક્સ લેન નેશનલ હાઇવેનું ખાતમુહૂર્ત
ભાવનગર-તળાજા વચ્ચે રૂ. 1185 કરોડના ફોરલેન હાઇવે અને ભાવનગર-પીપળી વચ્ચે રૂ.1143 કરોડના નેશનલ હાઈવેનું લોકાર્પણ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રીય ધોરીમાર્ગો દેશની આર્થિક કરોડરજ્જુ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો વિકાસ જે-તે વિસ્તારની પ્રગતિને વેગવાન બનાવે છે. ત્યારે તા. 25મી ફેબ્રુઆરીએ રાજકોટમાં યોજાનારા કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સૌરાષ્ટ્ર વિસ્તારના સામખીયાળી-સાંતલપુર નેશનલ હાઈવે, ભાવનગર-તળાજા નેશનલ હાઈવે અને ભાવનગર-પીપળી નેશનલ હાઈવે પરના કુલ આશરે રૂ. 3882 કરોડના વિકાસ કામોના ઓનલાઈન ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.
રેસકોર્ષ મેદાન ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં કચ્છ અને પાટણને જોડતા સામખીયાળીથી સાંતલપુર નેશનલ હાઈવે-27 પર રૂ. 1,554 કરોડના ખર્ચે બનનારા આશરે 90.90 કિલોમીટર લંબાઈના સિક્સલેન હાઈવેનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. આ હાઇવે હરિયાણા, પંજાબ, કાશ્મીર તથા હિમાચલ પ્રદેશ જેવા જમીનથી ઘેરાયેલા રાજ્યોને ગુજરાતના મુખ્ય વ્યાપારી બંદરો એવા કંડલા, મુન્દ્રા અને જામનગર સાથે જોડવા માટે મુખ્ય માર્ગ તરીકે ઉપયોગી બનશે. તેમજ પાટણ, કચ્છ, મોરબી અને રાજકોટના મુસાફરોને વધુ ઝડપી અને સલામત કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર વિસ્તારના વિકાસ માટે લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવા અને પ્રવાસનને ટેકો આપવા ભાવનગરથી તળાજા જૂના નેશનલ હાઈવે 8-ઈના આશરે 48.045 કિલોમીટરની લંબાઈના ફોરલેન હાઈવેના રૂ. 1185 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ ભાવનગરથી પીપળી નેશનલ હાઈવેના 32.510 કિલોમીટરની લંબાઈના ફોરલેન હાઈવેના રૂ. 1143 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ થશે.
આ બંને પ્રોજેક્ટથી અલંગ બંદરનો વિકાસ થશે. તથા દીવ અને સોમનાથના મત્સ્યોદ્યોગ અને સિમેન્ટ ઉદ્યોગોના માલસામાનની હેરફેરમાં સરળતા થતા સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ મળશે.
પાણી પુરવઠા વિભાગની રૂ.287 કરોડની યોજનાઓના ખાતમુહૂર્ત
“સૌની” યોજના હેઠળ 25 ફેબ્રુઆરીએ રાજકોટ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પાણી પુરવઠા વિભાગ અંતર્ગતની રૂ. 287 કરોડથી વધુના ખર્ચે બનનાર 3 યોજનાઓનું ખાતમુહુર્ત કરવામાં આવશે. જેમાં રૂ.131.94 કરોડના ખર્ચે સુરેન્દ્રનગર જિલ્લાના વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ તેમજ ધોળીધજા ડેમ આધારિત એસ-2 એસ-3 જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના, રૂ.89.33 કરોડના ખર્ચે અમરેલી જિલ્લાના લાઠી-લીલીયા- ચાવંડ જુથ સુધારણા યોજના અને રૂ.65.774 કરોડના ખર્ચે તૈયાર થનાર ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં જેસર જુથ યોજનાનો સમાવેશ કરાયો છે. જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત વલ્લભીપુર તથા ડેમ આધારિત જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનામાં 6 એમ.એલ.ડી.નો ફિલ્ટર પ્લાન્ટ, હેડ રેગ્યુલેટર અને કલેકટીંગ માટે 3 કુવા, 533 કિ.મી.થી વધુમાં પી.વી.સી. પાઇપલાઇનની કામગીરી, જુદા જુદા પંપીંગ સ્ટેશન પર વિવિધ ક્ષમતાના 9 ભૂગર્ભ સંપ, પાંચ લાખ લીટર અને 20 મીટર ઊંચી પાણીની 2 ટાંકી, 7 પંપ હાઉસ, 800 મીટરની કમ્પાઉન્ડ, 400 મી. આર.સી.સી રોડ, વીજળીકરણ, પંપીંગ મશીનરી અને ગ્રામ્ય સ્તરે વિવિધ ક્ષમતાના 114 ભૂગર્ભ સંપની કામગીરી કરવામાં આવશે. આ યોજનાથી લીંબડી, ચુડા, ધ્રાંગધ્રા, લખતર, વઢવાણ, મુળી અને સાયલા તાલુકાના 170 ગામો સહિત 1 શહેરના આશરે 5.79 લાખથી વધુ લોકોને પીવાના શુદ્ધ પાણીની સુવિધા આપી શકાશે.
અમરેલી જિલ્લાની લાઠી, લીલીયા, ચાવંડ જુથ સુધારણા યોજના હેઠળ અંદાજિત રૂ. 89.33 કરોડના ખર્ચે 6 ભૂગર્ભ સંપ,8 આર.સી.સી. ઉંચી ટાંકી, 4 પંપ રૂમ, 72 કિમી રાઈઝિંગ (ડી.આઇ.) તથા 130 કિ.મી. ગ્રેવિટી (પી.વી.સી.) મેઈન પાઇપલાઇન, સ્ટાફ ક્વાર્ટર, કમ્પાઉન્ડ વોલ તેમજ આનુષંગિક કામો હાથ ધરવામાં આવશે. આ યોજના પૂર્ણ થતાં લાઠી, લીલીયા, બાબરા તાલુકાના 1.5 લાખથી વધુ લોકોને પીવાલાયક પાણી મળશે.
- Advertisement -
25 ફેબ્રુઆરીના રોજ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાની શેત્રુંજી જેસર જૂથ યોજનાનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. આ યોજનામાં શેત્રુંજી જળાશયને મુખ્ય સ્ત્રોત તરીકે લઈ રૂ. 65.774 કરોડના ખર્ચે શેત્રુંજી જળાશય ખાતે 1 ઇન્ટેક વેલ, 8 એમ.એલ.ડી. ફિલ્ટર પ્લાન્ટ, 36 લાખ લિટરનો આર.સી.સી. સંપ, 2 સંપ બુસ્ટર, ગ્રામ્ય સ્તરે 50 હજાર થી 20.50 લાખ લી.ના 10 સંપ, 28 કી.મી રાઈઝીંગ તથા 51 કિ.મી ગ્રેવિટી મેઈન પાઇપલાઇન તથા ઈન્ટેક વેલ પર બુસ્ટીંગ સ્ટેશન અને પંપીંગ મશીનરીની કામગીરી કરવામાં આવશે. આ યોજના પૂર્ણ થતાં જેસર તાલુકાના જેસર,પીપરડી, રાણીગામ, દેપલા, પા, રાણપરડા(ચોક) ,હિપાવડલી, કાત્રોડીયા, ઝડકલા, ઘોબા ગામના અંદાજે 60 હજાર લોકોને નિયમિત શુદ્ધ પાણી મળશે.