બદલાયેલા જીયો પોટિલિકલ – ટ્રમ્પ ઇફેક્ટ – નવા મૂડીરોકાણ સહિતના મુદ્દે ચર્ચા
આગામી તા.1 ફેબ્રુઆરીના રોજ મોદી 3.0ના પ્રથમ પુર્ણ કેન્દ્રીય બજેટમાં પ્રારંભીક તબકકે જ વડાપ્રધાને દિશા નિશ્ચિત કરવા તૈયારી કરી : દેશના જાણીતા – સ્વતંત્ર અભિપ્રાય ધરાવતા અર્થશાસ્ત્રીઓ સાથે ખુલ્લા મને ચર્ચા
- Advertisement -
વૈશ્વિક અર્થતંત્રની ધીમી ગતિ ભારતને પ્રભાવિત કરશે: નવા ખાનગી મૂડીરોકાણ – રોજગાર પર કેન્દ્રીત થવા સલાહ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.25
સંસદના શિયાળુ સત્રની સમાપ્તી બાદ હવે બજેટ સત્રનુ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે અને મોદી 3.0 સરકારનું પ્રથમ પૂર્ણ કક્ષાનું બજેટ નવા જીયો પોલીટીકલ વાતાવરણ વચ્ચે રજુ થશે. ખાસ કરીને અમેરિકામાં ટ્રમ્પ શાસનના આગમન બાદ જે ટેરીફ મુદો છવાયો છે તેના સંદર્ભમાં ભારત તેના અર્થતંત્રને આંતરિક અને વૈશ્વિક પડકારોને પહોંચી વળે તેવા માર્ગે લઈ જવા તૈયારી કરી રહી છે.
તે સમયે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હવે વિકસીત ભારત-2047ના સંકલ્પને સાકાર કરવા આગામી બજેટનો દૌર યોજવા હાથમાં લઈ લીધો છે અને ગઈકાલે દેશના ટોચના અર્થશાસ્ત્રીઓ સાથે શ્રી મોદીએ મુક્ત મને બજેટ સંવાદ કર્યો હતો. શ્રી મોદી બજેટના પ્રાથમીક તબકકે જ તેની રચનામાં સામેલ થયા છે તે સૂચક છે.
ખાસ કરીને જે રીતે હાલ આર્થિક વિકાસ દરને બ્રેક લાગી છે અને 2025માં પણ વૈશ્વિક સ્થળે ભારતનું અર્થતંત્ર પણ ધીમી ગતિએ ચાલશે તેવા અનુમાન છે તે સમયે સરકાર તેની અસર રોજગારી પર પડે નહી તે નિશ્ચિત કરવા માંગે છે. વડાપ્રધાન સાથેની ચર્ચામાં વિવિધ અર્થશાસ્ત્રીઓએ ખાસ કરીને ગ્રામીણ ભારતમાં આર્થિક ઈંધણ મળતુ રહે તે માટે કૃષિ-ખેતીવાડી-હોટ્રીકલ્ચરલ-ફુડ પ્રોસેસીંગ પર સરકારની તાકાત લગાવવા ખાસ ભલામણ કરી હતી.
- Advertisement -
તો શિક્ષા-કૌશલ્યમાં ભારતને માટે હવે તક છે અને બહેતર શિક્ષણ પ્રણાલી મારફત દેશમાં જ સ્કીલ અને બ્રેઈન ડ્રેઈન ઘટે તથા રોજગારના અવસર પેદા થાય તે નિશ્ચિત કરવા ખાસ ભલામણ થશે. વાસ્તવમાં બજેટ સાથે હવે દેશનું માઈન્ડ સેટ- બદલવાનું જરૂરી છે. આ બેઠકમાં બેન્ક ઓફ બરોડાના ચીફ ઈકોનોમીસ્ટ મદન સ્વપનીલ, કિસીલના મુખ્ય અર્થશાસ્ત્રી ડી.કે.જોષી, સ્ટેટ બેન્કના ચીફ ઈકોનોમીસ્ટ સૌમ્યકાંતિ ઘોષ, કેપરચેજના મુખ્ય અર્થશાસ્ત્રી રજની સિન્હા, જાણીતા અર્થશાસ્ત્રી ડો. સુરજીત ભલ્લા, ડો. અશોક ગુલાટી, સિદ્ધાંત સાન્યાલ સામેલ હતા. આ બેઠકમાં મૂડીરોકાણ જેની ગતિ ધીમી પડી છે તેને વેગ આપવામાં ફકત સરકારી જ નહી ખાનગી ક્ષેત્રનું નવું રોકાણ આવે અને તેમાં જે ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસનો ખ્યાલ છે તેને વધુ અસરકારક રીતે લાગુ કરાય તે જોવા ખાસ ભલામણ થઈ છે. ઉંચા વ્યાજદરનો સીનારીયો ચિંતાજનક હોવાનું પણ જણાવીને વ્યાજ-ફુગાવાનું જે ગઠબંધન સર્જાયુ છે તેને તોડવા ખાસ ભલામણ થઈ છે તો સરકારી ઈન્ફ્રા પ્રોજેકટની અમલીકરણની ગતિ વધારવા પર ભાર મુકાયો હતો.
કાચા માલની આયાત ડ્યુટી રાહત પાછી ખેંચવાની તૈયારી
મેઈક-ઈન-ઈન્ડીયાને બીજા તબકકામાં લઈ જવા અને ઘરઆંગણે નવા મૂડીરોકાણ સાથે શ્રેષ્ઠ ઉત્પાદનોને વેગ આપવા માટે સરકાર આગામી બજેટમાં અનેક આયાતી ઉત્પાદનો પરની કસ્ટમ ડયુટીમાં જે છૂટછાટ છે તે પરત ખેચે તેવી શકયતા છે.ખાસ કરીને જે આયાતો મોંઘી બનાવવી ઘરેલું ઉત્પાદનને વેગ મળે અને રોજગારી સર્જાય તે જોવા સરકાર આગળ વધી રહી છે. અનેક આયાતો એવી છે જે ફકત આયાત થાય છે તેથી ઘરઆંગણે ઉત્પાદન થઈ શકે છે તેને વેગ અપાશે. જેમાં ડાયમંડના કાચા માલ, ઓપ્ટીકલ ફાઈબરના કાચા માલ, એલઈડી તથા એલસીડી ટીવી ચેનલના પાર્ટસ, કેટલાક ઉત્પાદનની મશીનરી અને વિજળી ઉત્પાદનના ઉપકરણો સામેલ છે. આ સાધનોનું ઘરેલુ ઉત્પાદનોને વેગ મળે તે માટે 0થી5 ટકાની શ્રેણીમાં ટેકસ લાગે છે. કાયમી રીતે તેના પર નિર્ભરતા રાખી શકાય નહી.