મોદી સરનેમના નિવેદન પર માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની સજા અંગે આજે નિર્ણય આવી ગયો છે. 23 માર્ચે સુરતની નીચલી અદાલતે રાહુલને દોષિત ઠેરવી બે વર્ષની જેલની સજા ફટકારી હતી.
મોદી સરનેમના નિવેદન પર માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને હાઈકોર્ટ તરફથી આંચકો મળ્યો છે. કોર્ટે માનહાનિના કેસમાં સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો. રાહુલ ગાંધી દ્વારા સજા પર રોક લગાવવાની માંગણી કરતી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રિચ્છકની બેન્ચ સવારે 11:00 વાગ્યે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. રાહુલની અરજી પર જસ્ટિસ હેમંત પ્રિચકની બેન્ચે મે મહિનામાં સુનાવણી દરમિયાન વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે કોર્ટે કહ્યું હતું કે તેઓ આ મામલે સીધો અંતિમ આદેશ જારી કરશે.
- Advertisement -
વાત એમ છે કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમ’ને લઈને નિવેદન આપ્યું હતું. આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ચાર વર્ષ બાદ 23 માર્ચે સુરતની નીચલી અદાલતે રાહુલને દોષિત ઠેરવી બે વર્ષની જેલની સજા ફટકારી હતી.
Gujarat High Court upholds Sessions Court's order denying stay on conviction of Rahul Gandhi in the defamation case against 'Modi surname' remark. pic.twitter.com/Qzw15PE0Ij
— ANI (@ANI) July 7, 2023
- Advertisement -
શું છે સમગ્ર મામલો?
23 માર્ચે સુરતની CJM કોર્ટે 2019માં મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં રાહુલને બે વર્ષની સજા સંભળાવી હતી. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “બધા ચોરની અટક (સરનેમ) મોદી જ કેમ હોય છે?” જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા સંભળાવી હતી. બીજા જ દિવસે રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું.
20 એપ્રિલે સેશન્સ કોર્ટે ફગાવી હતી અરજી
જે બાદ CJM કોર્ટના આ ચુકાદાને તેમણે સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી 3 એપ્રિલે સુરત આવ્યા હતા. તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપરાંત કાયદાકીય ટીમ પણ સુરત આવી હતી. તેમના દ્વારા નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ 13 એપ્રિલના રોજ કોર્ટમાં બંને પક્ષો વચ્ચે અંદાજે 5 કલાક સુધી દલીલો થઇ હતી. જ્યારે 20 એપ્રિલે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દઇ તેમની સજા યથાવત રાખી.
#WATCH | Congress workers raise slogans and protest at party Headquarters in Delhi after Gujarat High Court's verdict on defamation case against Rahul Gandhi pic.twitter.com/K80KfGs5Wh
— ANI (@ANI) July 7, 2023
પૂર્ણેશ મોદીના વકીલે શું કહ્યું?
પૂર્ણેશ મોદીના વકીલે કહ્યું કે, રાહુલ ગાંધીએ ભાષણમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી ચોકીદાર નથી, દેશના પૈસા લૂંટ છે, નીરવ, લલિત અને વિજય માલ્યા તેમજ મહેલ ચોક્સી પૈસા લઈને ભાગી ગયા છે. મોદી મોદી મોદી બધા મોદી કેમ છે?. કોર્ટમાં પૂર્ણેશ મોદીના વકીલ નાણાવટીS દલીલ કરી છે કે, ફરિયાદી કે કોર્ટે રાહુલ ગાંધીને ગેરલાયક નથી ઠેરવ્યા સંસદે ગેરલાયક ઠેરવ્યા છે તેમજ દલીલ એવી ન કરી શકે કે ફરિયાદીના લીધે તેઓ નુકસાન સહન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, રાહુલે ગાંધીએ ‘બધા મોદી ચોર કેમ હોય છે?’ એવું નિવેદન આપ્યું હતું તેમજ હું પૂર્ણેશ મોદી હોવાથી મેં ફરિયાદ કરી છે અને ડિસ્ક્વૉલિફિકેશન બાદ રાહુલે કહ્યું, હું ગાંધી છું સાવરકર નહીં જેથી માફી નહીં માગુ અને રાહુલ ગાંધીએ માફી માગવાનો પણ ઈનકાર કર્યો. વકીલે વધુમાં કહ્યું કે, તમારુ મોં છે તમે ગમે તે બોલી શકો છો પરંતુ ફરી અહીં અપીલ ન કરી શકો અને તમે તમારા જાહેર નિવેદનોના સ્ટેન્ડ પર રહો તેમજ નિવેદનો બાદ નાના બાળકની જેમ રડો નહીં કે ડિસ્ક્વૉલિફાય કરી દેવાયા.
#WATCH | Gujarat High Court verdict on defamation case against Rahul Gandhi | Lawyer of petitioner & BJP MLA Purnesh Modi, Advocate Harshit Tolia says, "We also placed on record a statement reported in newspapers wherein he (Rahul Gandhi) had said, "I am not Veer Savarkar, won't… pic.twitter.com/mqNwsQiuVb
— ANI (@ANI) July 7, 2023
#WATCH | "…Everyone should accept the Court's order. That is Satyamev Jayate in its real sense…" says BJP MLA Purnesh Modi after Gujarat High Court upholds Sessions Court's order denying stay on conviction of Rahul Gandhi in the defamation case against 'Modi surname' remark… pic.twitter.com/WZk7lfPbCQ
— ANI (@ANI) July 7, 2023