કોેંગ્રેસકાળમાં ગુજરાતને વધારાની એક ટ્રેમ મેળવવાનાં પણ ફાંફા હતા, હવે એઈમ્સ, નર્મદા, રેલવે યુનિવર્સિટીથી લઈને અગણિત પ્રકલ્પો મળી રહ્યા છે
ભારતીય રાજનીતિના ઈતિહાસમાં સૌ પ્રથમવાર કેન્દ્ર સરકારમાં ગુજરાતના 7 મંત્રીઓને સ્થાન મળ્યું છે જેની પાછળનું મુખ્ય કારણ એક ગુજરાતી પ્રધાનમંત્રી છે. જ્યારે ભૂતકાળની અંદર કેન્દ્ર સરકારમાં ગુજરાતના મંત્રીઓ તો ઠીક રાજ્યસભા અને લોકસભામાં પણ ગુજરાતના નેતાઓ જોવા મળતા ન હતા. કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મેળવવું ગુજરાતના નેતાઓ માટે કઠીન હતું. ત્યારે વર્તમાનની અંદર કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ હોદ્દાઓ પર ગુજરાતના અડધો ડઝન મંત્રીઓ બિરાજમાન થઈ ચૂક્યા છે જેનો તમામ શ્રેય ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ફાળે જાય છે. નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રી બનવાથી ગુજરાત કે ગુજરાતીઓ જ નહીં પરંતુ ગુજરાતના રાજકારણને પણ ઘણો મોટો ફાયદો થયો છે. અલબત્ત મોદી સરકારના નવા મંત્રીમંડળ બાદ ગુજરાતને પણ વધુને વધુ ફાયદો થતો જશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સરકારની બીજી ટર્મના મંત્રીમંડળ વિસ્તરણમાં ગુજરાતના ચારેય ઝોનને મંત્રીપદ મળ્યું છે. ગુજરાતની તમામ 26 સંસદની બેઠકો પર ભાજપનો વિજય થયો છે, ત્યારે ગુજરાતના 26માંથી 4 સાંસદો અને રાજ્યસભાના 3 સભ્યોને મંત્રીપદ મળ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતમાંથી કેન્દ્રીય ગૃહમંત્રી પદ અમિતભાઈ શાહને આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાંથી પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા અને ડો. મહેન્દ્ર મુંજપરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાંથી મહિલા સાંસદ દર્શનાબેન જરદોશ તથા મધ્ય ગુજરાતમાંથી દેવુસિંહ ચૌહાણને કેન્દ્રીય મંત્રીપદ આપવામાં આવ્યું છે.
- Advertisement -
ઈતિહાસ તપાસીએ તો ભૂતકાળમાં ક્યારેય એક સાથે 7 જેટલા ગુજરાતીઓને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. આ સૌ પ્રથમ વખત છે જ્યારે કેન્દ્રીય મંત્રીમંડળમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિત 7 ગુજરાતીઓ થઈ ગયા છે. નવા મંત્રીઓના શપથ સાથે કેન્દ્રીય મંત્રીમંડળની સંખ્યા 81 થઈ છે જે મુજબ મંત્રીમંડળમાં ગુજરાતીઓનો હિસ્સો 9 ટકા છે. ગુજરાતીઓની મંત્રી તરીકેની સભ્ય સંખ્યા પણ પહેલીવાર જ આટલી થઈ છે. ભૂતકાળમાં એક સાથે 7 ગુજરાતીઓ મંત્રીમંડળમાં હોય એવું ક્યારેય બન્યું નથી.
એક સમય હતો જ્યારે દેશના રાજકારણને ગુજરાત રાહ ચિંધનાર હતું. સમગ્ર દેશ માટે પથદૃષ્ટા હતું. આમ છતાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકારો દ્વારા ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકાર પાસેથી એક નવી ટ્રેન કે ફ્લાઈટ શરૂ કરવાની મંજૂરી મેળવવાની હોય તો પણ વર્ષોના વર્ષો નીકળી જતા હતા. નર્મદા બંધ જેવા અનેકો કિસ્સા છે જ્યાં ખુદ રાજ્યના મુખ્યમંત્રીને કેન્દ્ર સરકાર પાસેથી કેટલીક મંજૂરીઓ મેળવવા ઉપવાસ પર ઉતરવું પડતું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં સ્વાસ્થ્ય, સુરક્ષા, સ્વચ્છતા કે અન્ય માળખાકીય સુવિધાઓ વધારતા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવતી નહતી. કેન્દ્ર સરકાર ગુજરાતને વિકાસ કામો માટેની ગ્રાન્ટ ફાળવતી નહતી. ગુજરાતમાં કોઈ નવા પ્રોજેક્ટને ઝડપી મંજૂરી ન મળતી એટલું જ નહીં પરંતુ ગુજરાતના નેતાઓ ગુજરાતની વાત, ગુજરાતના પ્રશ્ર્નો, ગુજરાતની સમસ્યાઓ કેન્દ્ર સુધી પહોંચાડી ન શકે એવો એક તખ્તો ગોઠવવામાં આવ્યો હતો.
રાજ્યમાં અને કેન્દ્રમાં એમ બેઉ જગ્યાએ એક જ પાર્ટીની સરકાર હોવાનો બેશુમાર ફાયદો
ભારતીય લોકશાહીનાં ઈતિહાસમાં પ્રથમ વખત કેન્દ્રીય મંત્રીમંડળમાં 7-7 ગુજરાતી મંત્રી!
કેન્દ્રમાં ગુજરાતી નેતાઓ હોવાથી ગુજરાતની જનવાણીને વાચા મળી છે, ગુજરાતનો સર્વાંગી વિકાસ શક્ય બન્યો છે
- Advertisement -
કેન્દ્રમાં ગુજરાતી નેતાઓ હોવાથી ગુજરાતની જનવાણીને વાચા મળી છે, ગુજરાતનો સર્વાંગી વિકાસ શક્ય બન્યો છે
વિચાર કરો એક સમયે રાજકોટ-અમદાવાદ વચ્ચે આવેલા હીરાસર ગામે બસ પણ ઉભી ન રહેતી હતી અને આજે હીરાસર ગામે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બની રહ્યું છે. જ્યાંથી પ્લેનમાં બેસી દુનિયાના કોઈપણ છેડે જઈ શકાશે એ રીતે રાજકોટ-જામનગર હાઈવે પર આવેલા ખંડેરી ગામે રેલ્વે સ્ટેશન હોવા છતાં ટ્રેન ઉભી રહેતી ન હતી અને આજે ખંડેરી ગામે એઈમ્સનું નિર્માણ થઈ રહ્યું છે. ખંડેરી રેલ્વે સ્ટેશને સીધા ઉતરી એઈમ્સમાં પહોંચી શકાશે. કોઈએ વિચાર્યું પણ ન હતું કે કેન્દ્રમાં બેઠેલા ગુજરાતી મંત્રીઓ દ્વારા ગુજરાતના જુદાજુદા બંદરોને એકબીજા સાથે જોડવામાં આવશે. આજે રોરોફેરી સર્વિસ શરૂ થઈ ચૂકી છે. હવે દરિયાઈ માર્ગે પણ વાહનવ્યવહાર થઈ રહ્યો છે. દરિયાઈ બીચને વિકસાવવામાં આવી રહ્યા છે. કૃષિ અને રેલ યુનિવર્સિટી અહીં સ્થપાઈ છે. બુલેટટ્રેનનું કામ પણ ગતિમાન છે. ગુજરાત પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. ગુજરાત પાસે ગાંધી-સરદાર જેવા મોદી-શાહ છે. છેલ્લા સાત વર્ષથી કેન્દ્ર સરકાર ગુજરાત પર સવિશેષ વ્હાલ દર્શાવી રહી છે જેનું એકમાત્ર કારણ છે – નરેન્દ્રભાઈ મોદી. દેશમાં સૌ પ્રથમ અને સૌથી વધુ કોઈપણ યોજનાઓનો લાભ ગુજરાતને મળતો થયો છે કારણ કે આપણો ગુજરાતી કેન્દ્રમાં બેઠો છે.
અગાઉ આઝાદીના સમયમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ગુજરાતી જોડીએ દેશના રાજકરણમાં ગુજરાતનું નામ રોશન કર્યું હતું અને આજના આધુનિક સમયમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની ગુજરાતી જોડીએ દેશના રાજકરણમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે
વિદેશી નેતાઓ ભારત આવીને ગુજરાત આવવા ઈચ્છે છે. વિદેશી લોકો ગુજરાતી વાનગીઓ અને ગુજરાતના ફરવાલાયક સ્થળોના દીવાના છે. પ્રવાસ, પર્યટન સાથે ગુજરાતની પ્રાચિન, ધાર્મિક અને આધ્યાત્મિક જગ્યાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે કુછ દિન તો ગુજારો ગુજરાત મેં.. સૂત્ર સાથે દેશ-દુનિયાના લોકોને અહીં આવવાનું આમંત્રણ આપ્યું. ગુજરાતની ભવ્ય વિરાસતને વિકસાવી અને પ્રચાર-પ્રસાર કર્યો. એમણે ગુજરાત સમીટનું આયોજન કર્યું અને દેશ-દુનિયા વ્યાપારીઓ- ઉદ્યોગકારોને ગુજરાતમાં કારખાનાઓ સ્થાપવા નિમંત્રણ આપ્યું. વાઈબ્રન્ટ ગુજરાતના નારા સાથે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો પરંતુ હજુ આ વિકાસ જોઈએ તેટલો ન હતો, અધૂરો હતો. તેમણે જનતાને આહવાનનું કર્યું કે ભાજપ સરકારને પૂર્ણ બહુમતી સાથે બેઠકો જીતાડે. જનતાએ નરેન્દ્રભાઈ મોદીનું આહવાન સહર્ષ સ્વીકાર્યું. લોકસભા અને રાજ્યસભામાં વધુ બેઠકો મેળવાથી સરકારી યોજનાઓની મંજૂરી સરળ બની. ગુજરાતની સમસ્યાઓ, પ્રશ્નોને લઈ ગુજરાતી નેતાઓ લોકસભા અને રાજ્યસભાના દરબાર સુધી પહોંચ્યા. કેન્દ્રમાં ગુજરાતી નેતાઓ હોવાથી ગુજરાતની જનવાણીને વાચા મળી છે, ગુજરાતનો સર્વાંગી વિકાસ શક્ય બન્યો છે.
રાજકોટ-અમદાવાદ વચ્ચે આવેલા હીરાસર ગામે બસ પણ ઉભી ન રહેતી હતી અને આજે હીરાસર ગામે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બની રહ્યું છે, એ જ રીતે રાજકોટ-જામનગર હાઈવે પર આવેલા ખંઢેરી ગામે રેલ્વે સ્ટેશન હોવા છતાં ટ્રેન ઉભી રહેતી ન હતી અને આજે ખંઢેરી ગામે એઈમ્સનું નિર્માણ થઈ રહ્યું છે
2014ની લોકસભા ચૂંટણી જીતી નરેન્દ્રભાઈ મોદી ભારતના પ્રધાનમંત્રી બન્યા બાદ કેન્દ્રમાં ગુજરાતનો દબદબો વધ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં ફરી એક વખત નરેન્દ્રભાઈ મોદી ભારતના પ્રધાનમંત્રી બન્યા અને અમિતભાઈ શાહ ગૃહમંત્રી બન્યા ત્યારે ગુજરાતનો દબદબો વધુ મજબૂત થયો હતો. અગાઉ આઝાદીના સમયમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ગુજરાતી જોડીએ દેશના રાજકરણમાં ગુજરાતનું નામ રોશન કર્યું હતું અને આજના આધુનિક સમયમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની ગુજરાતી જોડીએ દેશના રાજકરણમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. મોદી-શાહની જોડીએ મળીને દેશના રાજકરણમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. દુનિયાના નકશા પર ગુજરાતને માનભર્યું સ્થાન હાંસલ થયું છે. એક ગુજરાતી નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી બને અને ત્યારબાદ અન્ય એક ગુજરાતી અમિતભાઈ શાહ દેશના ગૃહમંત્રી બને એમાં વળી તેમના મંત્રીમંડળમાં પણ અડધો ડઝન ગુજરાતીઓ મંત્રીઓ બને એટલે સ્વાભાવિકપણે ગુજરાત માટે મોસાળે જમણ અને મા પીરસનાર જેવો ઘાટ સર્જાયો છે તેમ કહી શકાય. હાલ ગુજરાતની પાંચેય આંગળીઓ જ નહીં આખેઆખું અંગ ઘીમાં છે.