KYCના કડક ધોરણો સાથે વપરાશકર્તાની સુરક્ષા પર મુખ્ય ફોકસ રહેશે, જાહેરાતના મેસેજ મોકલતા પહેલા ગ્રાહકની પરવાનગી જરૂરી, નકલી દસ્તાવેજથી સિમ ખરીદવા બદલ 3 વર્ષની સજા અને રૂ.50 લાખનો દંડ
કેન્દ્ર સરકાર દેશમાં નકલી સિમ કાર્ડ અને તેના જેવા અન્ય ગુનાઓને ડામવા માટે કમર કસવા જઈ રહી છે. ટેલિકોમ બિલ 2023 સંસદના બંને ગૃહોમાં પસાર થયું. આ બિલમાં નકલી સિમ ખરીદવા પર 3 વર્ષની જેલ અને 50 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. સાથે વપરાશકર્તાઓની સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન અપાયું છે. ટેલિકોમ બિલની વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ બિલમાં કેવા કડક કાયદાઓનો સમાવેશ કરાયો છે.
- Advertisement -
સંસદે ગુરુવારે ટેલિકોમ્યુનિકેશન બિલ, 2023ને મંજૂરી આપી હતી, જે દેશમાં 138 વર્ષ જૂના ટેલિગ્રાફ એક્ટને રદ્દ કરીને નવો કાયદો બનાવવા માટે લાવવામાં આવ્યો હતો. રાજ્યસભાએ ગુરુવારે આ બિલને ચર્ચા બાદ ધ્વનિ મતથી પસાર કર્યું હતું. લોકસભાએ તેને એક દિવસ પહેલા જ પાસ કરી દીધું છે. બિલ પરની ચર્ચાના જવાબમાં ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતનું ટેલિકોમ સેક્ટર ખૂબ જ મુશ્કેલ તબક્કામાં હતું પરંતુ છેલ્લા સાડા નવ વર્ષમાં તેને ત્યાંથી બહાર લાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, પહેલા આ વિસ્તાર કૌભાંડોથી કલંકિત હતો પરંતુ આજે તે ઉભરતો વિસ્તાર બની ગયો છે.
Parliament passes 'Telecommunications Bill, 2023'https://t.co/Yx9TtISE7L
— All India Radio News (@airnewsalerts) December 21, 2023
- Advertisement -
આ બિલમાં KYCના કડક ધોરણો સાથે વપરાશકર્તાની સુરક્ષા પર મુખ્ય ફોકસ રહેશે. જાહેરાતના મેસેજ મોકલતા પહેલા ગ્રાહકની પરવાનગી જરૂરી રહેશે. વપરાશકર્તાઓની ફરિયાદોના નિરાકરણ માટે ઓનલાઈન ફરિયાદ નિવારણ પદ્ધતિ છે. નકલી દસ્તાવેજથી સિમ ખરીદવા બદલ 3 વર્ષની સજા અને રૂ.50 લાખનો દંડ થશે. ટેલિફોન નંબરની સ્પુફિંગ કરતા 3 વર્ષની સજા અને રૂ.50 લાખનો દંડ ફટકારવામાં આવશે. સિમ બોક્સથી ટેલિકોમ સેવાનો ઉપયોગ કરતા 3 વર્ષની સજા અને રૂ.50 લાખનો થશે દંડ. સ્પેક્ટ્રમ આવંટન માટે હરાજીને પસંદગીનું માધ્યમ બનાવવામાં આવશે.
આ સાથે ટેલિકોમ નેટવર્કને સુરક્ષિત કરવા અને સાયબર સુરક્ષા સુનિશ્ચિત કરવાના પગલાં, ઉપયોગમાં ન હોય તેવા સ્પેક્ટ્રમ પરત લેવાનો સરકારને અધિકાર, ટેલિકોમ સર્વિસ શરૂ કરતા પહેલા કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે. આમ એકતરફ જ્યાં વપરાશકર્તાઓની સુરક્ષાને ધ્યાનમાં રખાશે સાથે ટેલિકોમ સ્પેક્ટ્રમ બાબતે પણ સરકાર પોતાની પાસે અધિકાર રાખશે તો બીજીબાજુ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ સરકાર યોગ્ય નિયંત્રણ રાખી શકશે.