– નવા જજોની નિયુક્તિને લઈને મોદી સરકાર અને કોલેજીયમ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે મોટા સમાચાર
ન્યાય… એક એવો શબ્દ જે ભારત જેવા દેશ માટે તો ખૂબ કિંમતી લાગે. લોકો કોર્ટમાં જવાથી ડરે છે, ખાસ કરીને મિડલ ક્લાસ અને ગરીબ વર્ગ. કારણ કે ભારતમાં ન્યાય એટલે તમારે વર્ષો સુધી રાહ જોવી પડે. સામે વકીલના એટલા પૈસા પણ ખર્ચ કરવાના, કોર્ટમાં તારીખ પર તારીખ પડતી રહે અને લોકોએ પોતાનો સમય અને પૈસા ખર્ચતા રહેવાનું. એવામાં હવે મોદી સરકાર અને કોર્ટના કોલેજીયમ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે, જજોની નિયુક્તિને લઈને. કોલેજીયમ જે નામ જજ માટે સરકારને મોકલે સરકાર તેને પરત મોકલી દે છે. આ મુદ્દે સરકારે સંસદમાં જણાવ્યું છે કે આવું કેમ થઈ રહ્યું છે.
- Advertisement -
રાજ્યસભામાં કોંગ્રેસના MP રાજીવ શુક્લાએ સરકારને સવાલ કર્યો હતો કે કોલેજીયમ સિસ્ટમને લઈને ઝઘડો આખરે કેમ ચાલી રહ્યો છે અને તેના માટે જવાબદાર કોણ છે?
165 HC judges appointed this year, highest in calendar year so far: Centre
Read @ANI Story | https://t.co/G0SqvAyzBm#RajyaSabha #ParliamentWinterSession #KirenRijiju #HighCourtjudges pic.twitter.com/BvVDnuAEm7
- Advertisement -
— ANI Digital (@ani_digital) December 15, 2022
આ મુદ્દે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુએ જવાબ આપતા કહ્યું કે આ મુદ્દા પર આખા દેશે ચિંતા કરવાની જરૂર છે. મને પણ ચિંતા થાય છે કે દેશમાં પાંચ કરોડ જેટલા કેસ વેઈટિંગમાં છે. તમે સમજી શકો છો કે સામાન્ય માણસ પર શું વિતતી હશે. આનું મૂળ કારણ છે જજોની નિયુક્તિ અને ખાલી વેકેનસી.
મંત્રીએ કહ્યું કે વર્ષ 2015માં લોકસભા અને રાજ્યસભામાં જજોની નિયુક્તિને લઈને એક કમિશનને લઈને કાયદો પસાર કરવામાં આવ્યો હતો અને મોટા ભાગના રાજ્યો પણ સહમત થયા હતા. આ દેશ બંધારણ અને દેશની ભાવનાથી ચાલે છે. અત્યારે સરકાર પાસે સીમિત અધિકાર છે, જે નામ કોલેજીયમ દ્વારા નક્કી કરીને મોકલવામાં આવે છે તેના પર ફેસલો લઈ શકાય છે. અમારા પાસે અધિકાર નથી કે અમે કોઈ નામ આપી શકીએ, અમે વારંવાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસને કહીએ છે કે નામ મોકલો, નામ મોકલો.
તેમણે કહ્યું કે ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે દેશની ભાવના અનુસાર કામ કરવામાં આવી રહ્યું નથી. સરકાર સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે પણ જ્યાં સુધી નિયુક્તિને લઈને કોઈ નવી વ્યવસ્થા ઊભી ના થઈ જાય ત્યાં સુધી આવા પ્રકારના સવાલો ઊભા થતાં જ રહેશે.