સરગવાનાં પાન અથવા તો મોરિંગા એ ખરા અર્થમાં સુપર ફૂડ છે, પોષણનું પાવર હાઉસ છે….

સરગવાના પાનમાંથી વિટામિન B12: નીતુબેન હૈ તો મુમકીન હૈ!

મોરિંગા અથવા તો સરગવાના પાન એટલે એક અમૃત, તેમાંથી અગણિત પોષકતત્વો મળે છે

કુદરતી સ્રોતમાંથી મળેલા પોષકતત્વો વાસ્તવમાં દવા કરતા અનેકગણા લાભદાયક

  • કિન્નર આચાર્ય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં કાર્યોની જેટલી ચર્ચા થતી હોય છે, તેટલી જ તેમની ફિટનેસની પણ થતી રહે છે. એમની સ્ફૂર્તિ ગજબનાક છે અને બોડી લેન્ગવેજ પરથી જ તેમનાં ઉત્તમ સ્વાસ્થ્યનો ખ્યાલ આવે છે. હમણાં ભારતનાં ફિટનેસ આઇકોન વિરાટ કોહલી અને મિલિંદ સોમણ સાથે ફિટનેસ અંગેના વિડીયો વાર્તાલાપમાં તેમણે પોતાની ફિટનેસનું રહસ્ય છતું કર્યું. એ સિક્રેટ છે: સરગવાનાં પાન અથવા તો મોરિંગા. તેઓ સરગવાની ભાજીમાંથી બનેલાં થેપલાં નિયમિત ખાય છે. આપણે તેનાં થેપલાં-મૂઠિયાં પણ ખાઈ શકીએ અને તેનો પાવડર કે ટેબ્લેટ પણ લઈ શકીએ, મેથીની ભાજીની જેમ તેનું શાક પણ થઈ શકે. આમ તો મોરિંગાના ગુણનો મહિમા આપણે ત્યાં સદીઓથી ગવાય છે. પરંતુ જ્યાં સુધી કોઈ મોટી સેલિબ્રિટી આવા કોઈ ઔષધનો મહિમા ન ગાય ત્યાં સુધી આપણે ત્યાં તે સર્વસ્વીકૃત બનતું નથી. સારી બાબત એ છે કે, મોદીનાં એન્ડોર્સમેન્ટ પછી હવે મોરિંગાની ચર્ચા ઠેર-ઠેર થશે અને તેનાં વિશે જાગૃતિ આવશે.

આજકાલ ઘેર-ઘેર વિટામિન B12ની ઉણપના કેઇસ જોવા મળશે. શાકાહારી લોકો માટે B12ના સ્ત્રોત ઓછા હોય. નોન વેજિટેરિયન લોકોને તો માંસ-મચ્છીમાંથી એ મળી રહે. પણ, વેજિટેરિયન લોકોને ડેરી ઉત્પાદનો (ચીઝ વગેરે) સિવાય છૂટકો નથી. એમાં પણ બહુ મર્યાદિત પ્રમાણમાં એ હોય. એમાં પણ ડાયાબિટીસની દવા લેતા લોકો, વયોવૃદ્ધો, એસિડિટીની દવાઓ નિયમિત લેતા લોકોમાં તેની ભારે ઉણપ જોવા મળે છે. તકલીફ એ છે કે, તેની ઉણપના ચિહ્નો જલ્દી ઓળખાતાં નથી. પગમાં ખાલી ચડવી, યાદશક્તિ સતત ઓછી થવી, સ્પર્શની સંવેદનામાં ઘટાડો… એવા ચિહ્નો પકડાઈ જાય અને આ ઉણપ વિશે વ્હેલી ખબર પડી જાય તો સદનસીબ. બાકી, એ શરીરને ભીતરથી ખોતરતી રહે છે. ફૂડ સપ્લીમેન્ટ્સમાં સ્પિરૂલીના જેવી શેવાળમાંથી B12 મળે. પરંતુ તેનાંથી ઘણાં લોકોને કબજિયાતની સમસ્યા સર્જાય છે. પણ, રાજકોટમાં સજીવન ઓર્ગેનિક મૉલ તથા સત્યમ સારવાર કેન્દ્ર ચલાવતા નીતુબેન પટેલ અને તેમની ટીમે મોરિંગા (સરગવાના પાન)ની એવા પ્રકારે ખેતી કરે છે કે, તેમનાં મોરિંગામાંથી સારા પ્રમાણમાં B12 મળી આવે છે. દવામાંથી મળતા વિટામિન કરતા કુદરતી ખોરાકમાંથી મળતાં પોષક તત્વો અનેક દ્રષ્ટિએ લાભકારક હોય, એ તો સર્વસ્વીકૃત બાબત છે. તેમની આ સિદ્ધિને વિશ્વમાન્ય લેબોરેટરી એક્યુપ્રેકની માન્યતા પણ મળી છે.

નીતુબેન પટેલને હું વર્ષોથી ઓળખું છું. ઓર્ગેનિક, નૈસર્ગીક કૃષિ દ્વારા ઉપજતી પેદાશો બાબતે તેઓ રાજકોટમાં પાયોનિયર. જાગૃતિ કેળવવા, ફેલાવવામાં પણ એમનું જ મહત્વપૂર્ણ યોગદાન અને હવે આવા ઉત્પાદન લોકો સુધી પહોંચાડવામાં પણ સૌથી અગત્યની ભૂમિકા. વર્ષો પહેલા તેમણે કરંજના દાતણ વિશે લોકજાગૃતિ કેળવવા સફળ પ્રયાસો આદર્યા હતા. ત્યારથી શરૂ થઈ આ યાત્રા.

આજે તેઓ વાંકાનેર નજીક વિનયગઢ ગામે તેઓ 200 વીઘા જમીનમાં સરગવાની પૂર્ણત: દેશી પદ્ધતિ થકી ખેતી કરે છે. અહીં સોલાર ટનલમાં પાનની સુકવણી થાય, વિશિષ્ટ પ્રોસેસ દ્વારા તેનો પાવડર બને, જેથી તેના ગુણ અને રંગ જળવાઈ રહે. તેમાંથી ટેબ્લેટ પણ બને અને પાવડર પણ લઈ શકાય. અમૃતકૃષિના પ્રણેતા દીપકભાઈ સચદેએ સુચવેલી પદ્ધતિમાંથી પ્રેરણા લઈ ને તેમણે અને તેમની ટીમના જેન્તીભાઈ પટેલ અને સંદીપ પટેલ વગેરેએ 200 વીઘામાં પ્રાણ નીચોવી નાંખ્યા છે. સામાન્ય રીતે આજકાલ મોરિંગામાંથી B12 મળતું નથી. પણ, એ તો આપણાં જ પાપે. ઝેર જેવા કેમિકલ ધરતીમાં ઠાલવી ને આપણે ઉત્પાદનના આંકડાઓ તો મોટા કર્યા, સત્વ જતું રહ્યું. નીતુબેન અને તેમની ટીમના લોકોએ સત્વ પરત મેળવ્યું.

નીતુબેન માટે આ આર્ટિકલ હું એટલા માટે લખું છું કે, તેમનાં માટે આ માત્ર બિઝનેસ નથી, મિશન પણ છે. એટલે જ અત્યંત ગરીબ લોકોને તથા બાળકોને તેઓ મોરિંગા પાવડર નિઃશુલ્ક આપવા પણ તૈયાર છે. યાદ રહે: મોરિંગા એક અમૃત જેવી ઔષધિ છે. તેમાંથી B12 ઉપરાંત પણ અનેક પોષક તત્વોનો ખજાનો મળી રહે છે.

‘છોકરું કાંખમાં અને શોધ ગામમાં’ કહેવત બહુ જૂની છે, પરંતુ આજે પણ એ પ્રાસંગિક છે. સુપરફૂડનું આજકાલ ચલણ છે, પરંતુ આપણી આસપાસ જ ક્યારેક એવા એવા સુપરફૂડ્સ પ્રાપ્ય હોય છે જે આપણી આખી કાયાપલટ કરી શકે છે; આપણી જીવનશૈલી બદલી શકે છે. કમનસીબે આપણું એ તરફ ધ્યાન જ જતું નથી. મોરિંગાના પાનનો પાઉડર એક આવું જ ચમત્કારિક સુપરફૂડ છે. મોરિંગા એટલે દેશી ભાષામાં સરગવો. તેનાં પાનમાં એટએટલાં પોષણ મૂલ્યો હોવાનું સાબિત થયું છે કે, તેના સેવન થકી મનુષ્યનું આખું જીવન બદલાઈ જાય. શરત માત્ર એટલી છે કે એ સરગવો ઓર્ગેનિક રીતે વાવેલો અને ઊછરેલો હોવો જોઈએ.

મોરિંગાને આજે જગતભરના નિષ્ણાતો માન્યતા આપતા થયા છે. તેનાં પાંદડાંના પાઉડર એનર્જીથી ભરપૂર હોય છે. વળી એ એનર્જી શુગરના કારણે નથી હોતી તેથી એ શક્તિસંચાર ક્ષણિક નથી હોતો. તેના કારણે આર્થાઈટિસમાં જબરદસ્ત ફાયદો થાય છે, શરીરનો દાહ કે બળતરા શમે છે. શરીરમાં અલ્સર હોય તો એ દૂર થાય છે. શરીરની ગાંઠ ઓગાળી નાખવાની ક્ષમતા પણ મોરિંગામાં રહેલી છે. રાહતની વાત એ છે કે એ બ્લડપ્રેશરને કાબૂમાં રાખે છે અને ચામડીના વિવિધ રોગો સામે પણ ઉત્તમ કામ આપે છે.

હાઈ બ્લડપ્રેશરના પેશન્ટને એ જબરદસ્ત રાહત આપે છે. જેને લીધે એકધારી અને સંતોષકારક ઊંઘ મળે છે. તેનામાં એવી ક્ષમતા છે કે આખી નર્વ સિસ્ટમને એ સુધારી શકે છે. તેના ઉપયોગથી રોગપ્રતિકારક શક્તિ તો વધે જ છે, સામાન્ય તંદુરસ્તી પણ ઉત્તમ રહે છે.

એક વાત સ્પષ્ટ છે; જો આપણે સારો ખોરાક ન લઈએ તો ઉત્તમ સ્વાસ્થ્ય મેળવવું મુશ્કેલ છે. છેવટે સુપરફૂડ્સ કે ઉચ્ચ પોષણમૂલ્યો ધરાવતા વિવિધ ફૂડ્સની જરૂર શી છે? યુનોના કુપોષણ કાર્યક્રમ સાથે જોડાયેલા પ્રોફેસર માઈક ગોલ્ડને કહ્યું છે કે: ‘જગતમાં સમસ્યા કંઈ ખોરાકના જથ્થા (ક્વોન્ટિટી)ની નથી, સમસ્યા છે ગુણવત્તા (ક્વોલિટી)ની! તમે કેટલું ખાઓ છો તેનાં કરતાં વધુ મહત્ત્વ એ વાતનું છે કે તમે શું ખાઓ છો!’ ફિટ રહેવા માટે લોકોને અલગ અલગ પ્રકારનાં ૪૦ પોષક દ્રવ્યોની આવશ્યકતા હોય છે. મોરિંગા એક એવી વનસ્પતિ છે જેમાં ચિક્કાર પ્રમાણમાં વિટામિન્સ, એમિનો એસિડ્સ, મિનરલ્સ અને પ્રોટીન મળી રહે છે.

મોરિંગામાં રહેલું વિટામિન-એ આંખના રોગો સામે રક્ષણ પૂરું પાડે છે, તેમાં રહેલું વિટામિન-સી થકાવટ દૂર કરે છે, તાવ અને ફ્લૂ થતા અટકાવે છે, વિટામિન-એને કારણે સ્કીન ડિસીઝ, હૃદયને લગતી બીમારીથી બચાવે છે. તેમાં રહેલું કેલ્શિયમ શરીરને અનેક રીતે ફાયદો કરે છે, મોરિંગામાં એક અદ્ભુત સંયોજન છે: કેલ્શિયમ અને વિટામિન-ડીનું સંયોજન. તેને લીધે કેન્સરનું જોખમ ઘટે છે. તેમાં રહેલા પોટેશિયમને કારણે દિમાગ અને નર્વ સિસ્ટમનને જબરો ફાયદો થાય છે અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.

વિવિધ પોષકદ્રવ્યોનં શરીરમાં સંયોજન સધાય એ બહુ જરૂરી છે. મિનરલ્સ વગર વિટામિન્સનું મૂલ્ય કંઈ જ નથી. આ વિટામિન્સ કે મિનરલ્સ જ્યારે કુદરતી સ્ત્રોતમાંથી મળે છે ત્યારે એ શરીરને અનેક પ્રકારે ફાયદો કરે છે. તાજેતરમાં થયેલી અગણિત સંશોધનનું તારણ એ નીકળ્યું છે કે વિટામિન એ, ઈ અને સી જો દવા તરીકે કે દવા સ્વરૂપે લેવામાં આવે તો એ મનુષ્યની આવરદા ઝાઝી વધારી શકતા નથી, ખોરાકમાં કે સુપરફૂડમાં તેનો ઉપયોગ થાય એ ઉત્તમ પરિણામ આપે છે.

માનવશરીરને કુલ લગભગ વીસ જેટલાં એમિનો એસિડની જરૂર પડે છે. એમિનો એસિડનું સીધું જ પ્રોટીનમાં નિર્માણ સાથે સંકળાયેલું છે. જેમ વિવિધ અક્ષરો મળીને એક શબ્દ બને છે તેમ એમિનો એસિડ્સના સંયોજનથી પ્રોટિન બને છે. મોરિંગામાં કુલ ૨૦માંનાં ૧૮ એમિનો એસિડ્સ છે. શરીર માટે અત્યંત જરૂરી એવાં આઠેય એમિનો એસિડ્સ હાજર છે. સામાન્ય રીતે આ બધાં એમિનો એસિડ્સ લાલ માંસ કે ચીઝ વગેરે જેવી ડેરી પ્રોડક્ટ્સમાંથી મળતાં હોય છે. ખાસ કરીને શાકાહારી લોકો આમાંનાં ઘણાં તત્ત્વોથી વંચિત રહી જાય છે. મોરિંગામાં આવાં લગભગ નેવું કરતાં વધુ પોષકદ્રવ્યો છે જ પણ એ ઉપરાંત વિટામિન સી, બી-૧, બી-૨, બી-૩, વિટામિન ડી અને વિટામિન ઈ પણ ભરપૂર માત્રામાં છે. તેમાં અન્ય ખનિજ પણ છે અને પાચન માટે અત્યંત જરૂરી એવું ફાઈબર પણ છે. વળી ક્લોરોફિલ (હરિતદ્રવ્ય) માટે આ જગતના કેટલાક શ્રેષ્ઠતમ્ વિકલ્પમાંથી એક છે.

‘ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિન્સ’ના એક વિસ્તૃત અહેવાલનું તારણ જણાવે છે કે અમેરિકા-યુરોપમાં વર્ષે જેટલા હાર્ટ ઍટેક નોંધાય છે તેમાંથી પચાસ ટકા કરતાં ઓછા ઍટેક કોલેસ્ટરોલના કારણે થાય છે. બાકીના ઍટેક માટે શરીરને દાહ-બળતરા બહુ બધા કિસ્સાઓમાં કારણભૂત હોય છે. મોરગિામાં આવા દાહને નેસ્તનાબૂદ કરતાં છત્રીસ જટલાં તત્ત્વો હોય છે. આવાં તત્ત્વોને લીધે જ એ સ્કિનને પણ તરોતાજા રાખે છે, ત્વચાને તાજગી આપે છે. વૈજ્ઞાનિક સંશોધનોએ સાબિત કર્યું છે કે, ત્વચાની સાઈકલ સામાન્ય રીતે ૩૦૦ દિવસની હોય છે. દરેક ક્ષણે માનવશરીરમાં ત્વચાનાં ૪૦ હજાર કોષ મૃત્યુ પામે છે અને તેની સામે નવા કોષો જન્મતા રહે છે. મોરિંગામાં રહેલાં તત્ત્વો નવા કોષની એકદમ ઝડપ વધારી દે છે. જે ઝડપે કોષો મૃત્યુ પામે છે તેનાં કરતાં અનેકગણી સ્પીડથી નવા કોષો જન્મતા રહે છે. મોરિંગામાં રહેલાં તત્ત્વો નવા કોષોની ઝડપ એકદમ વધારી દે છે. જે ઝડપે કોષો મૃત્યુ પામે છે તેના કરતાં અનેકગણી સ્પીડથી નવા કોષો જન્મતા રહે છે. આ પ્રક્રિયા માત્ર મોરિંગા જેવા સુપરફૂડ્સથી સંભવ છે. એટલે જ જો મોરિંગા નિયમિત લેવામાં આવે તો શરીરમાં કરચલી પડતી નથી. કરચલીઓ પડવાની શરૂઆત થઈ ગઈ હોય તો એ પ્રક્રિયા મોરિંગા બંધ કરી દે છે અને ત્વચાને પ્રફૂલ્લિત બનાવે છે. ઝીટિન નામનું તેમાંનું તત્ત્વ તેનાં એન્ટિ એજિંગ તત્ત્વો માટે જાણીતું છે. સંશોધનોએ એવું પણ પુરવાર કર્યું છે કે, અન્ય વનસ્પતિની સરખામણીએ મોરિંગામાં હજાર ગણું ઝીટિન છે. આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે આપણા પૌરાણિક આયુર્વિજ્ઞાનને બહુ હળવાશથી લઈએ છીએ. અત્યાર સુધી આપણે મોરિંગા વિશે જે વાત કરી એ પશ્ર્ચિમના વૈજ્ઞાનિક દ્વારા તાજેતરમાં જ સિદ્ધ થયેલી છે, પરંતુ આયુર્વેદના વિવિધ ગ્રંથોમાં ૩૦૦ કરતાં વધુ ઔષધોમાં મોરિંગા અથવા સરગવાનો રેફરન્સ મળી રહે છે. આયુર્વેદમાં સરગવાની શિંગ ઉપરાંત સરગવાનાં પાનનાં ભરપૂર ગુણગાન ગવાયાં છે. આપણે તેની શિંગનું શાક તો ક્યારેક ખાઈએ છીએ, પરંતુ તેનાં પાનને સાવ વિસરી જ ગયા છીએ.

મોરિંગાનાં ફાયદા અગણિત છે. માત્ર મોરિંગામાંથી જ મળતાં હોય એવાં પણ કેટલાંક તત્ત્વો છે. એ જગતનાં અન્ય કોઈ પણ સુપરફૂડ કરતાં એન્ટિ ઓક્સિડન્ટ તત્ત્વોમાં બહેતર છે. હાર્ટને, તેની નળીઓને સ્વસ્થ રાખવાની ક્ષમતા માત્ર મોરિંગામાં છે. દાહ દૂર કરતાં છત્રીસ તત્ત્વો તેમાંથી મળે છે જે અન્ય કોઈ જ સુપરફૂડ્સમાંથી મળતાં નથી. ‘એન્ટિ એજિંગ’ (અકાળે વૃદ્ધત્વ દૂર કરતા)નાં તત્ત્વો જેટલા પ્રમાણમાં મોરિંગામાં છે અન્ય કોઈ જ વનસ્પતિમાં નથી. જ્વારાનાં બહુ ગુણગાન ગવાય છે, પરંતુ જ્વારાના રસમાં જેટલા હરિતદ્રવ્યો (ક્લોરોફિલ) છે તેના કરતાં ચારસો ટકા વધુ હરિતદ્રવ્યો મોરિંગામાં છે. ઘા રૂઝાવવામાં એ કુદરતી રીતે મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે, આખા શરીરનો કાયાકલ્પ કરે છે અને શરીરનાં ઝેરી તત્ત્વોને બહાર ફેંકી દે છે.

મોરિંગાને તમે પોષણનું પાવરહાઉસ કહી શકો. તેમાં સંતરાની સરખામણીએ સાત ગણું વિટામિન-સી છે. ગાજર કરતાં ચાર ગણું વિટામિન-એ છે. દૂધમાંથી જેટલું કેલ્શિયમ આપણને મળે છે તેમાંથી ચાર ગણું કેલ્શિયમ મોરિંગામાંથી મળે છે. એ પણ લેક્ટોઝ વગર! કેળાને આપણે ત્યાં પોટેશિયમનો શ્રેષ્ઠ સોર્સ ગણવામાં આવે છે, પરંતુ મોરિગામાં કેળાની સરખામણીએ ત્રણસો ટકા વધુ પોટેશિયમ છે અને દહીં કરતાં તેમાં બમણું પ્રોટીન છે. મોરિંગામાં અગણિત ગુણધર્મો છે. ઝિન્કની ખામીથી જો વાળ ખરતા હોય તો એ પ્રક્રિયા મોરિંગા દ્વારા અટકાવી શકાય છે. જનરલ હેલ્થમાં તેના થકી વધારો થયો છે. મહત્ત્વની વાત એ છે કે, તેની કોઈ જ સાઈડ ઈફેક્ટ આજ સુધી નોંધાઈ નથી. સ્તનપાન કરાવતી માતાથી માંડીને પ્રેગનન્ટ સ્ત્રીઓ, બાળકો, યુવાનો અને આધેડ કે વૃદ્ધો એમ તમામ લોકો એ લઈ શકે છે. પ્રકૃતિએ તે ગરમ નથી તેથી વધતી-ઓછી માત્રાની કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. સવાલ એ છે કે મોરિંગા વિશે માત્ર વાતો જ કરવી છે શું? માત્ર વાંચવું જ છે? કે એ લેવાનું પણ શરૂ કરવું છે? ક્યારથી? કલ કરે સો આજ કર, આજ કરે તો અભી…

વધુ વિગતો માટે:

સજીવન ઓર્ગેનિક મૉલ

c/o સત્યમ સારવાર કેન્દ્ર,

14/ મનહર પ્લોટ,

વિદ્યાનગર મેઈન રોડ નજીક,

રાજકોટ-૩૬૦૦૦૧

ફોન: 02812467655,

મોબાઈલ: 72029 99399