ન્યુયોર્કમાં ગછઈંને સંબોધન: સરકારની દરેક ભુલ માટે કોંગ્રેસ જ જવાબદાર ગણાવે છે: 26 મીનીટના સંબોધનમાં ધારદાર કટાક્ષો: ભાજપ- છજજ ભવિષ્ય જોવા માટે અસમર્થ છે: પ્રહાર
ખાસ-ખબર સંવાદદાતા
ઓડિસા ટ્રેન દુર્ઘટના મુદે કેન્દ્રની મોદી સરકાર પર મોટો હુમલો કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી ભવિષ્યની નહી ભૂતકાળની જ વાત કરે છે. તેઓએ કહ્યું કે જો ઓડિસા ટ્રેન દુર્ઘટના પર પ્રશ્ન પૂછો તો કહેશે 50 વર્ષ પુર્વે કોંગ્રેસની સરકારના સમયે પણ દુર્ઘટના થઈ હતી. મોદીજી ફકત રીવર મીરર જોઈને જ કાર ચલાવે છે તો શું યોગ્ય રીતે ચલાવી શકશે? એક બાદ એક દુર્ઘટના બની રહી છે અને પાછળ જુએ છે તો પછી અકસ્માત કઈ રીતે અટકાવી શકશે!
- Advertisement -
રાહુલ ગાંધી એ ન્યુયોર્કમાં બિનનિવાસી ભારતીયોને સંબોધન કર્યુ હતું અને તેમને સાંભળવા 5000થી વધુ એનઆરઆઈ આવ્યા હતા જેમાં પ્રારંભમાં મૌન પાળીને ઓડિસાની ટ્રેન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલી અપાઈ હતી. રાહુલે તેના ભાષણમાં એનઆરઆઈને આઈ લવ યુ કહ્યું અને પછી પૂછયું કે તમે ફરી ભાજપની મીટીંગમાં આઈ-લવ-યુ સાંભળ્યુ છે. કોંગ્રેસની બેઠકોમાં તે સામાન્ય વધી છે. અમો નફરતના બજારમાં મહોબ્બતની દુકાન ચલાવીએ છીએ. રાહુલે કહ્યું કે એનઆરઆઈ તેમના મર્યાદીત સાધનો સાથે અહી આવ્યા પણ તમો હવે બહેતરીન કામ કરો છો.
તેમણે કહ્યું કે ભાજપ અને પીએમ મોદી તેની ભુલોનો દોષનો ટોપલો બીજા પર ઢોળે છે. તેઓ કહે છે કોંગ્રેસ સરકારના સમયમાં પણ દુર્ઘટના થઈ હતી પણ અમોએ કદી કહ્યું નહી કે આ પ્રકારના અકસ્માતમાં અંગ્રેજો દોષિત છે. કારણ કે નફરતથી નફરત મીટાવી શકાય નહી તેમનું કામ નફરત ફેલાવવાનું છે અને અમો મહોબ્બતનો પૈગામ લઈને આવ્યા છીએ.