ખાસ-ખબર સંવાદદાતા
આજે દેશભરમાં રવિદાસ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોલ બાગમાં શ્રી ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિર પહોંચ્યા હતા. પીએમ મોદીએ મંદિરમાં પૂજા અર્ચના કરી અને આશીર્વાદ લીધા હતા. પીએમ મોદીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી.
આ પહેલા પીએમ મોદીએ મંગળવારે કહ્યું હતું કે સંત રવિદાસે જાતિવાદ અને અસ્પૃશ્યતા જેવી દુષણોને દૂર કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. પીએમએ એમ પણ કહ્યું કે મારી સરકારે દરેક પગલા અને યોજનામાં ગુરુ રવિદાસની ભાવનાને આત્મસાત કરી છે.જણાવી દઈએ કે સંત રવિદાસજીનો જન્મ માઘ પૂર્ણિમાના દિવસે વારાણસી પાસેના સીર ગોબરધનગાંવમાં થયો હતો. સંત રવિદાસ 15મીથી 16મી સદી સુધી ભક્તિ ચળવળ સાથે સંકળાયેલા હતા. તેમના સ્તોત્રો ગુરુ ગ્રંથ સાહિબમાં સમાવિષ્ટ છે.
- Advertisement -



